રામનાથ કોવિંદ હશે NDA તરફથી રાષ્ટ્રપતિના ઉમેદવાર

દિલ્હી : ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ સંસદીય દળની બેઠક પૂર્ણ થયા બાદ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ છે. કોવિંદ ભાજપ દલિત મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રામનાથ કોવિંદ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિહારના રાજ્યપાલ છે. રામનાથ કોવિંદ ભાજપ પક્ષના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

ભાજપના સંસદીય બોર્ડમાં રામનાથ કોવિંદના નામ પર સહમતિ સધાઇ હતી. રામનાથ કોવિંદ હાલમાં બિહારના રાજ્યપાલ છે. કોવિંદ દિલ્હી હાઇકોર્ટના વકીલ રહી ચૂક્યા છે. તેઓ યુપીથી બે વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે કોવિંદ ગરીબો અને દલિતો માટે કાર્યરત રહ્યા છે. રામનાથ કોવિંદ ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. રામનાથ કોવિંદ 23 જૂને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી પત્ર ભરે તેવી શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like