રામજસ હિંસા પર કેજરીવાલે કહ્યુ દિલ્હી પોલીસ ભાજપની એજન્ટ

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી યુનિવર્સિટીનાં રામજસ કોલેજમાં થયેલા સંધર્ષોના ઉકેલ મુદ્દે દિલ્હી પોલીસનાંવલણની આલોચના કરી અને આરોપ લગાવ્યો કે પોલીસ ભાજપનાં એજન્ટની જેમ વર્તી રહ્યુંછે. તેમણે વડાપ્રધાન મોદીને પણ ભાજપ કાર્યકર્તા સ્વરૂપે કામ નહી કરવા અને 22 ફેબ્રુઆરીએ હિંસા માટે જવાબદાર પોલીસને પણ પકડવાની અપીલ કરી.

કેજરીવાલે પત્રકારોને કહ્યું કે એબીવીપી અને ભાજપનાં એક એજન્ટ સ્વરૂપે દિલ્હી પોલીસ જે રીતે કામ કરી રહી છે તેની હું આકરી ટીકા કરૂ છું. આપ સંયોજકે કહ્યું કે હું આશા રાખુ છઉં કે વડાપ્રધાન ભાજપનાં એક કાર્યકર્તાની જેમ નહી પરંતુ નિષ્પક્ષ રીતે કર્તવ્ય પાલન કરશે.

રામજક કોલેજમાં બુધવારે વામ સમર્થિત આઇસા અને આરએસએસ સમર્થિત એબીવીપી સભ્યો વચ્ચે સંધર્ષ થો હતો. આ સંધર્ષની શરૂઆત જેએનયુ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને શેહલા રશિદનાં ક્લચર ઓફ પ્રોટેસ્ટ પર એખ સેમિનારને સંબોધિત કરવા દરમિયાન થઇ. એબીવીપીનાં વિરોધ બાદ કોલેજ તંત્રએ આ સેમેસ્ટર રદ્દ કરી દીધું. દિલ્હી પોલીસે સંધર્ષ દરમિયાન પોતાનાં કેટલાક કર્મિઓને બિનપ્રોફેશનલ રીતે પહોંચવાનું સંજ્ઞાન લીધું અને 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા.

You might also like