ધર્મ અને ઇતિહાસનો અદ્દભૂત સંગમ છે રામેશ્વરમ્……

રામેશ્વરના પ્રવાસે જવાનો વિચાર જ તમને રોમાંચક કરી દેશે. ત્યાં ધર્મ અને ઇતિહાસનો અદ્દભૂત સંગમ છે. રામેશ્વર માટેની પ્રખ્યાત પૌરાણિક કથાઓને વૈજ્ઞાનિક પ્રમાણ છે.

એક આશ્ચર્ય વચ્ચે રામ ભગવાન ત્રેતા યુગમાં અયોધ્યાથી અહીં અંદાજે 2,740 કિમીનો લાંબો રસ્તો પાર કરી અહીં પહોંચ્યા હતા. લંકા પર આક્રમણ કરવા સેના તૈયાર કરવામાં આવી અને સમુદ્ર પર પુલનું નિર્માણ કરવામાં આવ્યું. આવો પુલ તૈયાર કરવાનો આધૂનિક સમયમાં પણ મુશ્કેલ બને તેમ છે.

રામેશ્વરમાં પગ રાખતાની સાથે જ એક અજીબ પ્રકારની અનુભૂતિ થાય છે. અહીં રામ ભગવાને શિવને પ્રસન્ન કરવા તેમની આરાધના કરી હતી. ત્યારબાદ અહીં એવું યુદ્ધ લડવામાં આવ્યું જે હજારો વર્ષોથી ભારતીય જનમાનસમાં ધર્મયુધ્ધનો પર્યાય બની રહ્યો છે.

રામાનાથસ્વામી મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગનો મહિમા એવો છે કે તમે તેના દર્શન કરો તો પણ જાણે ઇચ્છા અધૂરી રહી હોય. રામેશ્વર પહોંચવા માટે સમુદ્રમાંથી પસાર થવું પડે છે. શ્રીલંકાની નજીક આવેલ આ સ્થાન પર રોડ તેમજ રેલ માર્ગે પહોંચી શકાય છે.

આ એ સ્થાન છે જ્યાંથી લંકા જવા માટે રામ ભગવાને સેતુનું નિર્માણ કર્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું જન્મસ્થળ હવે તીર્થસ્થળ તરીકે જોવામાં આવે છે.

રામેશ્વરથી અંદાજે 165 કિમી દૂર મદુરાઇમાં દેવી મીનાક્ષીનું ઐતિહાસિક મંદિર આવેલ છે. દ્રવિડ સ્થાપત્ય કળાનું આ એક અનોખું ઉદાહરણ છે. તેનો સૌથી ઉંચો દક્ષિણી દ્વારની ઉંચાઇ 170 ફૂટ છે. છઠ્ઠી શતાબ્દીમાં બનેલ આ મંદિર દેવી પાર્વતીનું છે, જેને મીનાક્ષીના નામે પણ ઓળખાય છે.

You might also like