અગ્રગણ્ય મીડિયા ગ્રૂપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું નિધન

અમદાવાદઃ અગ્રગણ્ય મીડિયા ગ્રૂપ દૈનિક ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું નિધન થયું છે. અમદાવાદ એરપોર્ટ પર હૃદયરોગનો હુમલો થતા તેમને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રમેશચંદ્ર અગ્રવાલના પાર્થિવ દેહને સાંજે એરએમ્બયુલન્સ મારફતે ભોપાલ લઇ જવામાં આવશે.

રમેશચંદ્ર અગ્રવાલના નિધનને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતીન પટેલ, શંહરસિંહ વાઘેલા, કે. કૈલાશનાથન, પ્રદીપ સિંહ જાડેજા, નિર્મલાબેન વાઘવાણીએ એપોલો હોસ્પિટલ પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રમેશચંદ્ર અગ્રવાલના નિધનના પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શવિરાજસિંહ ચૌહાણે ટવીટર પર શોક વ્યક્ત કર્યો હતો. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ શોક વ્યક્ત કરીને લખ્યું છે કે રમેશચંદ્રના દુર્ભાગ્યપૂર્ણ અને આકસ્મિક નિધનથી આઘાત લાગ્યો છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. રમેશચંદ્ર અગ્રવાલે ભોપાલ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. તેઓ પત્રકારત્વના ક્ષેત્રમાં રાજીવ ગાંધી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 2003, 2006 અને 2007માં ઇન્ડિયા ટુડેએ તેમને ભારતના 50 શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like