રણજી ક્રિકેટર રમીઝખાનની હરણના શિકાર મામલે ધરપકડ

સાગર: મધ્યપ્રદેશના રણજી ક્રિકેટ રમીઝખાન અને તેના પિતા મહેમૂદખાન સહિત ચાર લોકોની હરણના શિકારના મામલામાં પોલીસે સાગર-દમોહ માર્ગ પરથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી હરણનું ચામડું, ચપ્પુ, કુહાડી, રાઇફલ અને બે મોટર સાઇકલ જપ્ત કરી હતી.

એસપી સચીનકુમાર અતુલકુમારે આ ઘટનાને સમર્થન આપ્યું છે. રણજી ક્રિકેટ રમીઝ મહેમૂદ (ઉં.વ.ર૬), તેના પિતા મહંમદહુસેન ખાન (ઉં.વ.પપ), શહજાદ સિરાઝ (ઉં.વ.૪પ) અને શેખ ગફાર શેખ નવાબ (ઉં.વ.૩૦)ની ધરપકડ કરવામાં આવી છે. તેમની શાનોદા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે વન વિભાગના અધિકારી પહોંચી ગયા હતા. રમીઝના પરિવારનાે મધ્યપ્રદેશ ક્રિકેટમાં દબદબો માનવામાં આવે છે. રમીઝના પિતા મહેમૂદ પણ રણજી ટીમના પૂર્વ ક્રિકેટર છે અને હાલ અન્ડર ર૩ ટીમના સિલેકટર છે. જ્યારે રમીઝના કાકા ફારુક હાલ મધ્યપ્રદેશની અન્ડર ૧૯ ટીમના સિલેકટર છે અને સાગર ક્રિકેટ સંગઠનના મંત્રી છે.

You might also like