પતંજલિની અનેક પ્રોડક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ

નવી દિલ્હીઃ ઉત્તમ ગુણવત્તાનો દાવો કરનારી યોગગુરૂ બાબા રામદેવની કંપની પંતજલિની અનેક આયુર્વેદિક પ્રોજક્ટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા છે. આરટીઆઇએ ખુલાસો કર્યો છે કે હરિદ્વારના આયુર્વેદ અને યૂનાની ઓફિસમાં તપાસમાં પંતજલિની પ્રોડક્ટ્સ સહિત 40 ટકા આયુર્વેદિક પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ છે. વર્ષ 2013થી 2016ની વચ્ચે એકત્રિત કરવામાં આવેલ 82 સેમ્પલમાં 32 ક્વોલિટી ટેસ્ટ ફેલ થયા છે. ગુણવત્તા ખરાબ હોય તેવી પ્રોડક્ટમાં પંતજલિના દિવ્ય આંબળા જ્યુસ અને શિવલિંગી બીજ પણ શામેલ છે.

ઉલ્લેખનિય છે કે ગત મહિને પશ્ચિમ બંગાળ પબ્લિક હેલ્થ લેબોરેટરીએ પતંજલિના આબંળા જ્યુસની ગુણવત્તા પરીક્ષણ કર્યા બાદ સુરક્ષાકર્મીઓના કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટમાં આંબળા જ્યુસ ન વેચવા પર પ્રતિબંધ લાદ્યો છે. આરટીઆઇમાં એ વાત પણ સામે આવી છે કે શિવલિંગી બીજમાં 31.68 ટકા વિદેશી પદાર્થ છે. આ અંગે રામદેવના સહયોગી અને પતંજલિના નિદેશક આચાર્ય બાલકૃષ્ણએ પ્રયોગશાળાના રિપોર્ટને નકાર્યો છે. સાથે જ કહ્યું છે કે શિવલિંગ એક પ્રાકૃતિક બીજ છે. તેમાં  કેવી રીતે ભેળસેળ કરી શકીએ. બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે આમ કરીને પતંજલિની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

You might also like