મેગી પરની બબાલ શાંત પડી ત્યાં પતંજલિ નૂડલ્સ પર સવાલ ઊઠ્યા

નવી દિલ્હી: મેગી વિવાદ શાંત થયા બાદ બાબા રામદેવના નૂડલ્સ પર સવાલ ઊઠવાના શરૂ થઈ ગયા છે. પતંજલિ નૂડલ્સ પ્રોડક્ટ માટે એફએસએસઅેઅાઈ પાસેથી મંજૂરી લેવાઈ ન હતી. અેફએસઅેસઅેઅાઈના અધિકારીનું કહેવું છે કે પેકેટ પર લાઈસન્સ નંબર અપાયો છે. એફઅેસઅેસઅેઅાઈ અધ્યક્ષ અને સીઈઅો અાશિષ બહુગુણા કહે છે કે પતંજલિ અાટા નૂડલ્સ માટે પ્રોડક્ટ અેપ્રૂવલ લેવાઈ નથી. અમારી સામે અા બાબત અાવી છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીઅે.

બહુગુણાઅે પેકેટ પર લાઈસન્સ નંબર લખ્યાના એક સવાલ પર કહ્યું કે લાઈસન્સ વગર અેપ્રૂવલ કેવી રીતે અાપી શકાય. તેમણે કહ્યું કે લાઈસન્સ રાજ્ય સરકાર દ્વારા અાપવામાં અાવે છે અને પ્રોડક્ટને અમે મંજૂરી અાપીઅે છીઅે. જ્યારે પ્રોડક્ટ મંજૂર કરાઈ જ નથી તો તેનું લાઈસન્સ કેવી રીતે અાપવામાં અાવ્યું. અા અંગે જ્યારે અેક ન્યૂઝ પેપરે બાબા રામદેવના પ્રવક્તા સાથે વાત કરવાની કોશિશ કરી તો જવાબ મળ્યો કે મને ટેકનિકલ જાણકારી નથી. અા વિશે અાવતીકાલે જાણકારી મેળવી લેવાશે.

એફએસઅેસઅેઅાઈઅે દેશમાં મેગી નૂડલ્સ પરથી પ્રતિબંધ હટાવવા સાથે જોડાયેલા મુંબઈ હાઈકોર્ટના અાદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે. એફએસઅેસઅેઅાઈઅે હાઈકોર્ટને ૧૩ અોગસ્ટના અાદેશને ખામી ભરેલો ગણાવ્યો છે અને પ્રયોગશાળાનાં પરીક્ષણ પર પણ સવાલ ઉઠાવ્યા છે. એફએસઅેસઅેઅાઈઅે દલીલ કરી છે કે હાઈકોર્ટે કોઈ તટસ્થ નિર્ણય લેવાના બદલે સ્વિસ કંપનીના ભારતીય એકમ નેસ્લેને નમૂના ઉપલબ્ધ કરાવવાનું કહેવાની ભૂલ કરી છે.

You might also like