બીજેપી અને નરેન્દ્ર મોદીની ટીકા પર ધમકીઓ મળી રહી છે : રામચંદ્ર ગુહા

નવી દિલ્હી: જાણીતા લેખક-ઈતિહસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે તેમને એવા ઈ-મેઈલ આવી રહ્યા છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને બીજેપીની ટીકા ના કરવા કહેવામાં આવી રહ્યુ છે.

58 વર્ષીય ગુહાએ દાવો કર્યો છે કે તેઓને ચેતાવણી મળી રહી છે કે  મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ટીકા ન કરે ટ્વીટમાં તઓએ જણાવ્યું કે મને અલગ- અલગ આઈડી પરથી ઈ-મેઈલ આવી રહ્યા છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે બીજેપીની ટીકા કરશો તો ‘દિવ્ય મહાકાલ’ તરફથી મળતી સજાઓ માટે તૈયાર રહે.

તેઓએ જણાવ્યું છે કે ‘મને ચેતવણી આપવામાં આવી છે કે દુનિયા બદલવા ‘દિવ્ય મહાકાલ’ દ્વારા પસંદ કરવામાં આવેલા અને તેમના આશિર્વાદ પ્રાપ્ત નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીકા ના કરે’ ઈતિહાસકારએ જણાવ્યું આવા ઈ-મેઈલ નિયમીત રૂપે આવી રહ્યા છે. અને તેમાં કાંઈ ગંભીર નથી.

You might also like