અયોધ્યામાં રામાયણ મ્યૂઝિયમ પર ખર્ચ થશે 85 કરોડ

અયોધ્યા : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામાયણ મ્યૂઝિયમ બનાવવાની જાહેરાત કરીને યુપી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પક્ષના અમુક નેતા આ વાતનો ભલે ઇન્કાર કરી રહ્યા હોય પરંતુ પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય રામ સર્કિટ અને રામાયણ મ્યૂઝિયમ માટે ઘણું સક્રિય જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા ગત સપ્તાહે જમીન અંગે અયોધ્યાની મુલાકાત પણ લઇ આવ્યા છે. તો ચાલો જાણીએ રામાયણ મ્યુઝિયમ અંગે થોડી ખાસ વાત…
કેટલો ખર્ચ થશે…

1. રામાયણ સર્કિટ માટે 145 કરોડ રૂપિયાના ફંડની મંજૂરી આપવામાં આવી છે
2. 85 કરોડ રૂપિયા મ્યૂઝિયમ માટે આપવામાં આવ્યા છે.
3. અયોધ્યાના વિકાસ માટે બે ભાગમાં 181 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
4. રામાયણ સર્કિટ હેઠળ 9 પ્રદેશોમાં 15 કેન્દ્ર જોડવામાં આવશે.

આવી રીતે જોવા મળશે મર્યાદા પુરૂષોત્તમનું જીવન..
મ્યૂઝિયમમાં ભગવાન રામના જીવનને દર્શાવતી 10 ગેલેરી હશે.

રામ દરબાર…
આ સંકુલમાં ચાર માળની બિલ્ડીંગમાં રામ દરબાર બનાવામાં આવશે.

બાલ કાંડ…
આમાં તાડકાનું વધ અને અહિલ્યાનું ઉધ્ધાર દેખાડવામાં આવશે.

અયોધ્યા કાંડ…
આમાં કોપ ભવન હશે અને અહીં રામને વનવાસ જતાં દેખાડવામાં આવશે.
તે સિવાય સુંદર કાંડ, લંકા કાંડ, ઉત્તર કાંડ અને લવ કુશ કાંડ દેખાડવા માટે અલગ-અલગ ગેલેરી હશે

મ્યુઝીયમમાં મનમોહક હશે વ્યવસ્થા..
1. લેઝર આધારિત ઓડિયો-વિડીયોથી રામાયણની શિક્ષાથી ભક્તોને જાણ કરવામાં આવશે.
2. મોટો સ્ક્રીન પર રામાયણના શ્લોક દેખાડવામાં આવશે
3. વોટર સ્ક્રીન પ્રોજેકેશનની પણ વ્યવસ્થા હશે.
4. પ્રવાસીઓની સુવિધા માટે કેફે અને સૂચના કેન્દ્રની સ્થાપના થશે.

You might also like