રામાયણની એક અજાણી, પણ રસપ્રદ વાત

જો દક્ષિણની રામાયણ પર ધ્યાન આપીએ તો શ્રીરામને અન્ય ત્રણ ભાઇ હતા. ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા તેમને એક બહેન હતાં. જેમનું નામ હતું.શાંતા. શાંતા ચારેય ભાઇમાં મોટાં હતાં. દક્ષિણમાં લખાયેલા રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ રાજા દશરથ અને કૌશલ્યાના પુત્રી હતાં. પરંતુ જન્મ થયાને થોડાક દિવસો પછી અંગદેશના રાજા રોમપદે તેમને ગોદ લઇ લીધાં હતાં. ભગવાન રામના મોટા બહેનનું પાલન પોષણ રાજા રોમપદ અને તેમની પત્ની વર્શિની(મહારાણી કૌશલ્યનાં બહેન)ને કર્યુ. આગળ જતાં શાંતાનાં લગ્ન ઋષિ શૃંગ સાથે થયાં. એવું માનવામાં આવે છે કે, ઋષિ શૃંગ અને શાંતાનો વંશ આગળ જતા સેંગર રાજપૂત બન્યો. આજે પણ સેંગર રાજપૂત જ છે, જેને ઋષિવંશી રાજપૂત કહેવામાં આવે છે.
પ્રાણ જાયે પર વચન ન જાયે તમે એ વાત જરૂરથી સાંભળી હશે, ‘રઘુકુળ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાયે પર વચન ન જાયે.’ જીહાં, આ રીતિના કારણે આજે લોકો શાંતા અંગે જાણતા નથી. ખરા અર્થમાં મહારાણી કૌશલ્યાની બહેન વર્શિનીએ મજાક-મજાકમાં રાજા દશરથ પાસેથી તેમના પુત્રી માંગી લીધાં. વર્શિનીને કોઇ સંતાન નહોતું. રાજા દશરથે તેમની વાત માની લીધી અને પછી પોતાનું વચન નિભાવ્યું. શાંતા આગળ જતાં અંગદેશની રાજકુમારી બન્યાં.
અત્યંત સુંદર હતાં શાંતા શ્રીરામની સુંદરતા અંગે આપણે બધા અવગત છીએ, પરંતુ કહેવામાં આવે છે કે, શાંતા તેમનાં કરતાં પણ ઘણા સુંદર હતાં. તેમણે વેદોની શિક્ષા મેળવી હતી.
એકવાર એક બ્રાહ્મણ પોતાના ક્ષેત્રમાં પાકની વાવણી માટે મદદ અર્થે રાજા રોમપદ પાસે ગયા, રાજાએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. પોતાના ભક્તના અપમાન પર ગુસ્સે ભરાયેલા ઇન્દ્ર દેવે વરસાદ થવા દીધો નહીં, જેના કારણે દુકાળ પડ્યો. ત્યારે રાજાએ ઋષિ શૃંગ મુનિને યજ્ઞ કરવા માટે બોલાવ્યા. યજ્ઞ બાદ ભારે વરસાદ થયો. જનતા એટલી ખુશ થઇ કે અંગ દેશમાં જશ્નનો માહોલ બની ગયો યારે રાજા દશરથ, કૌશલ્યા, વર્શિની અને રોમપદે પોતાની પુત્રી શાંતાનો હાથ ઋષિ શૃંગને આપવાનો નિર્ણય કર્યો.
શાંતાના પતિના કારણે થયો શ્રીરામનો જન્મ કહેવામાં આવે છે કે, શાંતાના જન્મ બાદ રાજા દશરથને કોઇ સંતાન નહોતું. પોતાના વંશને આગળ વધારવા માટે રાજા દશરથે ઋષિ શૃંગને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવા માટે બોલાવ્યા. આ યજ્ઞ બાદ રામ, ભરત અને લક્ષ્મણ તથા શત્રુધ્નનો જન્મ થયો.
ઋષિ મુનિના વેશમાં રહેતા હતા. એક માહિતી અનુસાર રાજા દશરથે શાંતાને માત્ર એટલા માટે ગોદ આપી દીધી હતી, કારણ કે તે છોકરી હોવાના કારણે તેમની ઉત્તરાધિકારી બની શકતી નહોતી, પરંતુ જ્યારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ દરમિયાન તેમણે ઋષિ શૃંગને બોલાવ્યા, તો તેમણે શાંતા વગર આવવાનો ઇન્કાર કરી દીધો. જ્યારે દુકાળ પડી રહ્યો હતો, ત્યારે સુમંત્ર શાંતાને લઇને આવ્યા હતા, જે સ્થળ પર શાંતા પગ મૂકતાં હતાં, તે સ્થળે સુકાળ થઇ જતો હતો.
શાંતાએ ક્યારેય પણ એ વાતની જાણ થવા દીધી નહીં કે, તેઓ રાજા દશરથ અને કૌશલ્યાના પુત્રી છે. આ જ કારણ છે કે રામાયણ અથવા તો રામચરિત માનસમાં તેમના ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યાં નથી.•
http://sambhaavnews.com/

You might also like