GCMMF પર ભાજપનો કબજો: રામસિંહ ચેરમેન અને જેઠા ભરવાડ વાઇસ ચેરમેનની પસંદગી

જીસીએમએમએફના ચેરમેન પદે રામસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન પદે જેઠા ભરવાડને યથાવત્ રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે જીસીએમએમએફના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 18 સંઘના ચેરમેન સાથે ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો.

જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમારને ચેરમેન પદ સોંપાયું છે, તો જેઠા ભરવાડને વાઈસ ચેરમેન તરીકે યથાવત્ રખાયા છે. આ મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ફેડરેશનની ચૂંટણીમાં સર્વાનુમતે નિર્ણય કરાયો છે. જ્યારે શંકર ચૌધરીની બાદબાકી મુદ્દે જણાવ્યું કે તે એક સિનિયર નેતા છે અને શંકર ચૌધરીએ જ રામસિંહ પરમારના નામની દરખાસ્ત કરી હતી.

You might also like