રામ મંદિર આસ્થાનો વિષય ફાંસીએ લટકવા માટે પણ તૈયાર : ઉમા ભારતી

લખનઉ : કેન્દ્રીય જળ સંસાધનમંત્રી ઉમા ભારતીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે આજે કહ્યું કે આ તેની આસ્થાનો વિષય છે અને તેના માટે જેલ જવુ પડે તો પણ જશે.પત્રકાર પરિષદ સંબોધતા ઉમા ભારતીએ જણાવ્યું કે રામ મંદિર મારી આસ્થાનો વિષય છે. મારા વિશ્વાસનો વિષય છે. મને તેના પર ગર્વ છે. જો જેલમાં પણ જવુ પડશે તો હું જઇશ. ફાંસી પર લટકવું પડે તો લટકી જઇશ.

મુખ્યમંત્રી યોગી સાથેની મુલાકાતમાં અયોધ્યા રામમંદિર અંગે ચર્ચા થઇ તેવા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું કે, રામ મંદિર મુદ્દે ચર્ચા કરવાની જરૂર જ ક્યાં રહે છે. આ વિષયથી યોગીજી અજાણ નથી. યોગીજીનાં ગુરૂ મહંત અવૈદ્યાથ રામ મંદિર આંદોલન ચાલુ કરનારા લોકો પૈકી એક હતા. તેમણે કહ્યું કે હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે માટે તેઓ વધારે નહી બોલે પરંતુ કોર્ટનું પણ કહેવું છે કે આનો ઉકેલ કોર્ટની બહાર પણ આવી શકે છે.

કેન્દ્રીય જળ સંસાધનમંત્રી, નદી વિકાસ અને ગંગા પુનરોદ્ધાર મંત્રી ઉમા ભારતીએ ક્યું કે યુપી સીએમ પોતાનાં નિર્ધારનાં પાક્કા છે. ગંગા સહિતની વિવિધ નદીઓની સફાઇ તથા બુંદેલખંડમાં સિંચાઇ સુવિધા પુરી પાડવાની દિશામાં ઝટપી કાર્યવાહી ચાલુ થશે.

તેમણે કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં વિકાસ ઝડપ પકડશે. સપા સરકારમાં થયેલા ગોટાળાઓની તપાસ કરશે. ઉપરાંત તેમણે ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ત્રણ તલાકનો મુદ્દો કોઇ ધર્મની વિરુદ્ધ નહી પરંતુ સંપુર્ણ માનવતાની વિરુદ્ધનો નિયમ છે. જેનો અંત આવે તે ખુબ જ જરૂરી છે.

You might also like