રામ રહીમને વીડિયો કોન્ફરન્સથી સજા સંભળાવાશે: DGP

નવી દિલ્હી: રામ રહીમને દોષી જાહેર કર્યા બાદ પંચકૂલા સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટથી હેલિકોપ્ટર દ્વારા રોહતક લવાયા. હાલમાં જેલની આસપાસ સખત સુરક્ષા બંદોબસ્ત કરાયાે છે. સીબીઆઈના વકીલ એચપીએસ વર્માના જણાવ્યા મુજબ પંચકૂલાની વિશેષ સીબીઆઈના કોર્ટના જજ જગદીપસિંહને ગુરમીતને દોષી ગણાવ્યા બાદ કહ્યું છે કે તેમને આપવામાં આવનારી સજા ૨૮ ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે તેમજ સોમવારે ચુકાદો આપતી વખતે  બાબાને કોર્ટમાં નહીં લઈ જવાય. ૨૮ ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની પ્રક્રિયા હાથ ધરાશે.

સેનાએ કર્યું ફ્લેગમાર્ચ, હવે શાંતિ
સાધ્વી પર રેપ કેસમાં ૧૫ વર્ષ બાદ દોષી જાહેર કરાયેલા બળાત્કારી બાબા રામ રહીમના ગુંડાઓએ ખૂબ જ હિંસા ફેલાવી. હરિયાણા અને પંજાબમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૩૧ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે કલમ-૧૪૪ યોગ્ય રીતે લાગુ ન કરી શકવા પર ડીસીપીને સસ્પેન્ડ કરી દીધા છે. હિંસાની આશંકામાં પંજાબ-હરિયાણા જતી ૪૪૫ ટ્રેન કેન્સલ થઈ ગઈ છે. આજે સવારે સિરસામાં સેનાએ ફ્લેગમાર્ચ કરી. આ બધાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ધીમે ધીમે શાંતિ પરત થઈ રહી છે.

ચંડીગઢ પોલીસે રામ રહીમના છ પર્સનલ સુરક્ષા દળોની ધરપકડ કરી છે તેમાં ગાર્ડ્સ પાસેથી હથિયાર અને કેરોસીન પણ જપ્ત કરાયાં છે તો રોહતકમાં ૧૦ અર્ધસૈનિકદળો તહેનાત કરાયાં છે. મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે પણ વ્યવસ્થામાં ખામીની વાત સ્વીકારી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમએ પણ એનએસએ અને ગૃહસચિવ પાસેથી સ્થિતિની જાણકારી મેળવી હતી.

You might also like