પંચકૂલામાં રામ રહીમના ભક્તોએ રસ્તા પર રોટલી બનાવી, મહિલાઅો ફૂટપાથ પર સૂતી

પંચકૂલાઃ ડેરા સચ્ચા સૌદા પંથના વડા ગુરમીત સિંહ રામ રહીમને સંડોવતા સાધ્વીના રેપ કેસમાં હરિયાણાની પંચકૂલા સ્થિત સીબીઅાઈ કોર્ટ અાજે ચુકાદો અાપશે, તેની સુનાવણીમાં રામ રહીમ હાજરી અાપશે. ચુકાદો અાજે અાવવાનો છે, પરંતુ રામ રહીમના સમર્થકો ત્રણ દિવસ પહેલાંથી જ પંચકૂલામાં અાવવા લાગ્યા છે. રામરહીમ હવાઈ રસ્તે નહીં, પરંતુ સડક માર્ગે કોર્ટમાં જવાના રવાના થઈ ચૂક્યા છે. તેમનો કાફલો સિરસાથી નીકળી ચૂક્યો છે. તેમના કાફલામાં ૮૦૦થી વધુ ગાડી સામેલ છે. તેમને પંચકૂલા પહોંચવામાં પાંચથી છ કલાક લાગશે. સિરસાના પોતાના આશ્રમમાંથી બાબા નીકળ્યા તે સમયે તેમના સમર્થકો ગાડીઓની આગળ આવીને રસ્તા પર સૂઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે તેઓ રામરહીમને ક્યાંય નહીં જવા દે.

સૂત્રોના જણાવ્યા મુજબ બાબા પોતાના આશ્રમના પાછળના દરવાજેથી બહાર નીકળ્યા હતા. સમર્થકોને સમજાવ્યા બાદ રસ્તા પરથી ગાડીઓ આગળ વધી શકી હતી.

નાકાબંધી અને તમામ પ્રયાસો બાદ પણ પંચકૂલામાં લાખો ડેરા પ્રેમી ઊમટી અાવ્યા છે. રસ્તાઅો પર ભક્તો રોટલીઅો બનાવી રહ્યા છે. બાબાની ભક્ત એવી મહિલાઅો ફૂટપાથ પર જ રાત પસાર કરી રહી છે. ચંડીગઢ અને પંચકૂલાની પ્રાઈવેટ સ્કૂલો અને કોલેજો બંધ કરી દેવાઈ છે.

પંચકૂલાના વેપારીઅો તરફથી પણ મિટિંગો થઈ રહી છે. વેપારીઅો અસમંજસમાં છે કે ૨૪ અને ૨૫ અોગસ્ટના રોજ દુકાનો ખોલે કે નહીં. વેપારીઅો ચર્ચા કરી રહ્યા છે કે જો ફેંસલો ડેરા મુખી વિરુદ્ધ અાવે છે તો હાલત બગડી ન જાય. ક્યાંક જાટ અારક્ષણની જેમ હિંસક ઘટનાઅો ન બને. અા માટે દુકાનદારો પહેલાંથી જ તૈયારીઅો કરી રહ્યા છે. શહેરની હાલતની વાત કરીઅે તો મોટા ભાગનાં સેક્ટરના પાર્કમાં, ગ્રીન બેલ્ટમાં અને પાર્કિંગ એરિયાથી લઈને રસ્તાઅો પર ડેરા સમર્થકો એકઠા થઈ ચૂક્યા છે. રાતના ૯.૦૦ વાગ્યાથી લઈને રાતના ૮.૦૦ વાગ્યા સુધીમાં અહીં લોકો એકઠા થયા હતા.

પોલીસ માટે કોમ્યુનિટી સેન્ટર
શહેરનાં મોટા ભાગનાં કોમ્યુનિટી સેન્ટરના હોલમાં બે દિવસ પોલીસ ફોર્સ જોવા મળશે. અા માટે સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ નિગમ ક‌િમશનર ડી. પુરુષાર્થને મળ્યા. તેમણે જણાવ્યું કે બાબા રામ રહીમની હાજરીને જોતાં ચંડીગઢ, પંચકૂલા અને મોહાલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવાઈ છે. બે દિવસ તેમના રહેવા માટે કોમ્યુનિટી સેન્ટરના હોલના દરવાજા ખોલી દેવામાં અાવે. નિગમના એ‌િડશનલ કમિશનર ઉમાશંકર ગુપ્તાઅે અાદેશ અાપ્યા કે જે કોમ્યુનિટી સેન્ટરનું બુ‌િકંગ થયું નથી તે હાલમાં પોલીસ સિક્યોરિટી માટે ખોલી દેવામાં અાવે. અા રીતે કોમ્યુનિટી સેન્ટરના દરવાજા પોલીસ માટે ખૂલી ચૂક્યા છે.

૩૦ હજાર લોકો ટ્રેનથી પહોંચ્યા
રેલવે સ્ટેશનો પણ જાણે છાવણીમાં બદલાઈ ચૂક્યાં છે. કાલથી લઈને અાજ સુધીમાં લગભગ ૩૦ હજાર લોકો ટ્રેન દ્વારા અહીં પહોંચી ચૂક્યા છે, તેમાં મોટા ભાગે મહિલાઅો છે. લોકો જરૂરી સામાન અને બેગ લઈને પંચકૂલા તરફ કૂચ કરી રહ્યા છે. ડેરા સમર્થકો પર રેલવે પણ નજર રાખી રહ્યા છે. હાલમાં કોઈ પણ યાત્રી કે ડેરા સમર્થકને પરેશાન કરવામાં અાવતા નથી. માત્ર તેમની તપાસ કરીને તેમને મોકલવામાં અાવે છે.

You might also like