પંચકુલા હિંસા મામલે MSG કંપનીનાં CEO 6 દિવસનાં રિમાન્ડ પર

પંચકુલાઃ 25 ઑગષ્ટે પંચકુલામાં થયેલ હિંસાને લઇ પોલીસ સતત આરોપીઓ પર દબાવ કરી રહી છે. જેને લઇ SIT ટીમને ઘણી મોટી સફળતા મળી છે. SITએ MSG કંપનીનાં CEO સીપી અરોડાની ધરપકડ કરી તેને આજ કોર્ટમાં રજૂ કર્યાં. જેથી પંચકુલા કોર્ટે આરોપી અરોડાને 6 દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રિમાન્ડ દરમ્યાન આરોપી દ્વારા ઘણા મોટા ખુલાસા થઇ શકે છે. તેઓ સિરસાના રહેવાસી જ છે. પોલીસે અરોડાની ગુરૂગ્રામથી ધરપકડ કરી છે. તેમનાં પર પંચકુલામાં થયેલ હિંસામાં શામેલ હોવાંનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે 25 ઑગષ્ટનાં દિવસે રામ રહીમને દોષી કરાર જાહેર કર્યા બાદ ડેરા સમર્થકોએ પંચકુલામાં આગચંપી અને તોડફોડ કરી હતી. પંચકુલા હિંસામાં લગભગ 38 લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. જેથી હરિયાણા અને પંચકુલા પોલીસ ત્યારથી લઇને અત્યાર સુધી આ મામલે આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.

You might also like