રામ રહીમની ૧૪ કંપનીનો ૮૦૦ કરોડનો બિઝનેસ બંધ, ૮૦૦૦ લોકો બેરોજગાર

જાલંધર: ૨૮ અોગસ્ટના રોજ રેપ કેસમાં દોષિત ગુરમીત રામ રહીમને ૨૦ વર્ષની સજા થયા બાદ ૧૦ િદવસની અંદર જ ડેરાનો લગભગ ૮૦૦ કરોડનો બિઝનેસ બંધ થઈ ચૂક્યો છે. સિરસા ડેરાની ૧૪ કંપનીઅો, ૮ સ્કૂલ-કોલેજ, ફાઈવસ્ટાર હોટલ, એમએસજી રિસોર્ટ, કસીસ રેસ્ટોરાં, જૂના ડેરાની સામે અેસી સુપર માર્કેટની ૫૨ દુકાનોને તાળાં લાગી ગયાં છે. કેટલાંક બેન્ક ખાતાં પણ સીલ કરી દેવાયાં છે.

બિઝનેસ સાથે જોડાયેલા લગભગ ૮૦૦૦ લોકો બેરોજગાર બની ગયા છે અને ડરના કારણે સિરસા છોડીને જઈ રહ્યા છે. સાથે-સાથે દેશભરમાં ૪૦૦ જેટલા ડીલર્સે અેમએસજી સ્ટોર્સ બંધ કરી દીધા છે.  ૨૦૦૮થી અત્યાર સુધી ગુરમીતે ૧૪ કંપનીઅો લોન્ચ કરી હતી, તેમાંથી ૯ કંપનીઅો તો ચાર વર્ષમાં જ લોન્ચ કરી હતી. બાબાનો ટાર્ગેટ પાંચ વર્ષમાં બિઝનેસને ૫૦૦૦ કરોડ સુધી લઈ જવાનું હતું. દરેક મિટિંગમાં ગુરમીત અા ટાર્ગેટની વાત કરતો હતો. ડેરાની તમામ પ્રોપર્ટી એટેચ કરવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી.

દંગાથી થયેલા નુકસાનની ભરપાઈ માટે પણ હરિયાણા-પંજાબ સરકાર હવે વિગતો અેકઠી કરી રહી છે. એમએસજી અોલ ટ્રે‌િડંગ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપની માર્ચ-૨૦૧૬થી દેશ-વિદેશમાં ડેરાના ૬૦૦થી વધુ નામ ચર્ચાઘર અને ૪૦૦ ડીલર્સ દ્વારા ૧૫૧ પ્રોડક્ટ્સમાં એમએસજી શેમ્પૂ, હેર અોઈલ, ચા, ચોખા, દાળ, બિસ્કિટ, અથાણું અને મિનરલ વોટર વેચતી રહી છે.

હવે કેનેડા, જર્મની અને અોસ્ટ્રેલિયામાં અોનલાઈન વેચાણ પણ ઠપ છે. ૮ કરોડ ભક્તોનું એવું સામ્રાજ્ય હતું તે માત્ર વોટ બેન્ક નહીં, પરંતુ બાબાના બજારનો પણ ઉપયોગ કર્યો. બાબા રામદેવ જેવો બિઝનેસમેન બનવાનું સ્વપ્ન જોઈ રહેલા રામ રહીમને અે પહેલાં જેલ થઈ ગઈ. એમએસજી સ્ટોર્સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ રામ રહીમ ખુદ બન્યો.

You might also like