રામ રહીમની બેગ ઊંચકનાર ડેપ્યુટી એડવોકેટ જનરલ સસ્પેન્ડ

દુષ્કર્મના આરોપી ડેરા સચ્ચા સૌદાના મુખ્ય ગુરમીત રામ રહીમની બેગ ઉઠાવવવાના આરોપમાં ડેપ્યુટી એડવોકેટ જનરલ ગુરદાસ સિંહ સલવારાને બરતરફ કરવામાં આવ્યા છે. ગુરમીત રામ રહીમ સેંકડો ગાડીઓના કાફલાની સાથે સીબીઆઇ કોર્ટ પહોંચ્યા હતા. સજા સંભળાવ્યા બાદ જ્યારે રામ રહીમને હેલિકોપ્ટરથી રોહતક જેલમાં લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે ડેપ્યુટી એડવોકેટ તેમની બેગ ઉઠાવતા નજરે પડ્યા હતા. જો કે, આ સમગ્ર મામલાએ વેગ પકડ્યા બાદ પ્રશાસન દ્વારા ગુરદાસ સિંહને બરતરફ કરવામાં આવ્યા હતા.

ગુરદાસ સિંહ સલવારા સીબીઆઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામ રહીમની સાથે નજરે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હરિયાણાના એડવોકેટ જનરલ બલદેવ રાજ મહાજન આ બાબતની પુષ્ટિ કરી છે. મહાજને કહ્યું કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે આ એક્શન લેતા ગુરદાસ સિંહ સલવારાને બરતરફ કરવામાં આવ્યા હતા.

રામ રહીમને હરિયાણા સરકાર અને વહીવટથી જોડાયેલા લોકોના સમર્થન મળતો રહો છે. રોહતક જેલમાં શિફ્ટ કરવામાં આવેલ પ્રમુખને જેલમાં, વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેવા એહવાલ મળ્યાં હતા. જેમણે જેલ અધિકારીઓએ પૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા. રામ રહીમની સાથે તેમની બેટીના હેલિકોપ્ટરમાં સફર કરવાના પ્રશ્ન પર પણ રાજ્યના મુખ્ય સેક્રેટરી ઘિરતે દેખાયા હતા.

You might also like