રાષ્ટ્રપતિ કોવિંદે શિમલામાં પુસ્તકો ખરીદી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું

શિમલા: હિમાચલ પ્રદેશના છ દિવસના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈ કાલે શિમલાની એક દુકાનમાં સામાન્ય નાગરિકની જેમ પુસ્તકોની ખરીદી તેનુ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ હાલ પરિવાર સહ હિમાચલના પ્રવાસે છે ત્યારે તેઓ ગઈ કાલે શિમલામાં રોડ પર આમ જનતાની જેમ ટહેલતા જોવા મળ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ સાથે મારે જૂનો નાતો છે. હું ૧૯૭૪માં પહેલી વાર એક કાર્યકમમાં કુલ્લુ-મનાલી આવ્યો હતો ત્યારે જે અનુભવ થયો હતો તે આજે પણ મને યાદ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેવભૂમિની કૃપાથી જ હું આજે આ પદ પર પહોંચી ચુક્યો છુ.

કારણ હું બિહારનો રાજ્યપાલ હતો ત્યારે શિમલાના પ્રવાસે ગયો હતો ત્યારે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કરવામાં આ‍વ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તેે મેં હિમાચલી ટોપી પહેરી હતી.

તેમજ હિમચલના એ શહીદોને અંજલિ આપી હતી કે જેમાં પ્રથમ પરમવીર ચક્ર મેળવનારા રામસિંહ પઠાણિયા, મેજર સોમનાથ, કેપ્ટન વિક્રમ બત્રા, સૌરભ કાલિયા અને સંજયકુમાર સામેલ હતા.

માલરોડ પરથી પુસ્તકોની ખરીદી કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટિવટ કરતાં લખ્યું હતું કે હું મારા પૌત્ર અને પૌત્રીને લઈને પુસ્તકની દુકાનમાં ગયો હતો. અને રજાઓમાં તેમનાં માટે પુસ્તકોની ખરીદી કરી હતી.

You might also like