રામનાથ કોવિંદ આજે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ ….

ભારતના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ ભવનથી લઇને રાજપથ અને સંસદ ભવનમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ સવારે 10 વાગે શરૂ કરવામાં આવશે અને બપોરે બે વાગ્યા સુધી ચાલશે.

જાણો સંપૂર્ણ કાર્યક્રમ અંગેની જાણકારી…
નવા રાષ્ટ્રપતિ પોતાના નિવાસ સ્થાનેથી રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આફશે.
રાજઘાટથી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખરજીને મળશે.
રામનાથ કોવિંદ અને પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન પહોંચશે.
બપોરે 12 કલાકે શપથગ્રહણ કાર્યક્રમનોપ્રારંભ થશે
શપથ ગ્રહણ બાદ રામનાથ કોવિંદનું સેન્ટ્રલ હોલમાં સંબોધન
નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય ગાર્ડ ઓફ ઓનર કરાશે.
http://sambhaavnews.com/

You might also like