રામમંદિર માટે ઉ.પ્ર.માં મજબૂત હિન્દુ મુખ્યપ્રધાન જરૂરી

ગોરખપુર: રામમંદિર નિર્માણ માટે ઉત્તર પ્રદેશમાં મજબૂત હિન્દુ મુખ્યપ્રધાન હોવા જરૂરી છે. એક અેવા મુખ્યપ્રધાન જેઓ રામમંદિર બનાવવા માટે કોઈ પણ પ્રકારનું બલિદાન અને કુરબાની આપવા તૈયાર હોય. દૂગ્ધેશ્વરનાથ મંદિર, ગાઝિયાબાદના મહંત મહામંડલેશ્વર નારાયણગીરીના આ પ્રસ્તાવ પર ગોરખનાથ મંદિરના દિગ્વિજયનાથ સ્મૃતિ સભાગૃહમાં એકત્ર થયેલ હજારોથી વધુ સાધુ-સંતોએ આદિત્યનાથના સમર્થનમાં સૂત્રો પોકાર્યાં હતાં.

સંતસભા ચિંતન બેઠકમાં રામજન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ, ધર્માંતરણ રોકવા માટે કાયદો, સમાન નાગરિકસંહિતાનો અમલ, ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગંગા નદીના સ્વચ્છતા અભિયાન જેવા હિન્દુ સમાજના વિવિધ પડકારો અને તેના નિરાકરણ પર મનોમંથન કરવામાં આવ્યું હતું. સંતસભા હિન્દુસમાજની એકતા અને સામાજિક સમરસ્તા પર કે‌િન્દ્રત થઈ હતી. આ ચર્ચા-વિચારણાના નિષ્કર્ષને હિન્દુ ધર્મના તમામ પંથોના આચાર્યો, ધર્માચાર્યો અને ધર્મગુરુઓએ નવધા મંત્ર તરીકે સ્વીકાર કર્યો હતો.

આ સમાપન સમારોહમાં ચિન્મયાનંદ મહારાજ, જિતેન્દ્રનાથ મહારાજ, સુરેશાનંદ મહારાજ, િદવ્યાનંદ મહારાજ, ગર્ભુસ્વામી મહારાજ, સ્વામી રામાનુજાચાર્ય બ્રહ્મચારી મહારાજ, રામ નયનદાસ મહારાજ, સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

You might also like