કેજરીવાલ કેસની ફી નથી આપતા તો હું ‘ગરીબ’ ક્લાઇન્ટ માની લઇશ: જેઠમલાની

નવી દિલ્હી: દેશના જાણીતા વકીલ રામ જેઠમવાનીએ કહ્યું તકે જો અરવિંદ કેજરીવાલ કોર્ટમાં એમની ફી આપતાં નથી તો એ અરવિંદ કેજરીવાલને ગરીબ ક્લાયન્ટ માની લેશે. જણાવી દઇએ કે ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કરે અરુણ જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલ આપરાધિક માનહાનિ કેસમાં એ કાનૂની ખર્ચે સરકારી ખજાનામાંથી ચૂકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જેઠમલાનીએ કહ્યું હું માત્ર પૈસાદારોના જ પૈસા લઉં છું, ગરીબો માટે હું તો ફ્રી માં કામ કરું છું. આ બધું અરુણ જેટલીનું કરાયેલું છે જે મારી ક્રોસ એગ્ઝામિશનથી ડરેલા છે. જો દિલ્હી સરકાર કેજરીવાલ પેમેન્ટ આપશે નહીં તો હું એમને ગરીબ ક્લાઇન્ટ માની લઇશ.


આ સંબંધએ દિલ્હી સરકારએ લેફ્ટિનેન્ટ ગવર્નર અનિલ બેજલને પત્ર લખીને અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહબાનિ કેસમાં કાનૂની ખર્ચાના બીલોની ચુકવણી કરાવાને લઇને કહ્યું છે. દિલ્હી સરકારે એલજીને લખેલો એ પત્ર ભાજપના પ્રવક્તા તેજેન્દ્ર બગ્ગાએ ટ્વિટર પર રજૂ કર્યો છે, જેમાં 3.86 કરોડ રૂપિયાના કાનૂની ખ્ચાના બીલની ચુકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે.

હકીકતમાં અરવિંદ કેજરીવાલે અરુણ જેટલી પર દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. જેટલી વર્ષ 2013 સુધી ડીડીસીએના અધ્યક્ષ હતા. એમણે આ હોદ્દો 13 વર્ષ સુધી સંભાળ્યો હતો. આરોપો વિરુદ્ધ જેટલી કોર્ટ ગયા અને કેજરીવાલ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિ દાવો કર્યો. આ ઉપરાંત એમણે પટિયાલા હાઉસ કોર્ટમાં આ બાબતે આપરાધિક માનહાનિનો કેસ પણ દાખલ કરાવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like