રામ ગોપલ વર્માને સની માટેનું ટ્વીટ ભારે પડ્યું, સરકાર-3નું શૂટિંગ ખોરવાયું

મુંબઇઃ મહિલા દિવસ પર રામ ગોપાલ વર્માએ કરેલ એક ટવિટરને લઇને વિવાદ સર્જાય છે. પોલીસ ફરિયાદ બાદ શૂટિંગમાં કામ કરનારા મજૂરોએ ફિલ્મ સરકાર-3ના સેટ પર કામ કરવાનું બંધ કર્યું છે. જેથી શૂટિંગ ખોરંભે પડ્યું છે. તમને જણાવી દઇએ કે રામ ગોપાલ વર્માએ આતંરરાષ્ટ્રીય મહિલા દિવસે એક ટવિટર કર્યું હતું. જેમાં લખ્યું હતું કે હું એવી કામના કરૂ છું કે તમામ મહિલાઓ પુરૂષોને એટલો આનંદ આપે, જેટલો સની લિયોનીએ આપ્યો છે. આ ટવિટર બાદ ખૂબ જ બબાલ થઇ છે.

ગોવામાં સોશિયલ એક્ટિવિસ્ટ વિશાખા ભાંબરેએ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આ બધાની વચ્ચે ફિલ્મોમાં શૂટિંગમાં કામ કરનાર મજૂરોની સંસ્થા ફિલ્મ સ્ટૂડિયો સેટિંગ્સ એન્ડ એલાઇડ મજૂર યૂનિયને વર્મા વિરૂદ્ધ મોર્ચો માંડ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી રામગોપાલ વર્મા માંફી નહીં માંગે. તેમનો વિરોધ ચાલુ રહેશે. ગુરૂવારે જ્યારે રામ ગોપાલ વર્મા સરકાર-3 ફિલ્મનો ક્લાયમેક્સ સીન શૂટ કરી રહ્યાં હતા. ત્યારે મજૂરોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. સેટ પર આગનો એક સિન ચાલી રહ્યો હતો. ત્યાં મજૂરો કામ કરવાનું બંધ કરી દીધું. રામ ગોપાલ વર્મા તે સમયે સેટ પર જ હતા અને મજૂરોના વિરોધને કારણે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like