‘મિસ ઈન્ડિયા’ રકુલ હવે અજય દેવગણ સાથે રોમાન્સ કરશે

સાઉથની ફિલ્મોમાં પ્રસિદ્ધ બનેલી રકુલ પ્રીત સિંહ ખૂબ જ જલદી અજય દેવગણ સાથે લવરંજનની રોમે‌િન્ટક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. અા ફિલ્મનું શૂટિંગ ખૂબ જ જલદી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં તે અાત્મવિશ્વાસથી ભરપૂર શહેરી યુવતીનું પાત્ર ભજવશે. મિસ ઇન્ડિયા રહી ચૂકેલી રકુલ ઉંમરમાં અજય કરતાં લગભગ અડધી છે. અજયની ઉંંમર ૪૮ વર્ષ છે. જ્યારે રકુલ ૨૭ વર્ષની છે. ફિલ્મને હાલમાં કોઈ નામ અાપવામાં અાવ્યું નથી.
અા રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળશે.

રકુલ અા ફિલ્મમાં દર્શકોને હસાવવાની કોશિશ કરશે. અા ફિલ્મ અોક્ટોબર મહિનામાં નવરાત્રી સમયે રિલીઝ થશે. રકુલ પાસે હાલમાં રમેશ સિપ્પીની ફિલ્મ ‘શિમલા મિર્ચ’ પણ છે, જેમાં તે હેમામાલિની અને રાજકુમાર રાવ સાથે જોવા મળશે, જોકે કોઈ કારણસર અા ફિલ્મ પર કામ શરૂ થઈ શક્યું નથી. વચ્ચે તે સાઉથની ફિલ્મોમાં બિઝી થઈ ગઈ હતી. અા ઉપરાંત તેની પાસે મરાઠી ફિલ્મ ‘અાપલા માનુષ’ પણ છે, જે અા મહિનામાં રિલીઝ થશે.

રકુલ પોતાના બોલ્ડ સ્ટેટમેનના કારણે પણ ચર્ચામાં રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે મને ફિલ્મોમાં મિ‌િસંગ સીન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જો અાવા સીન ફિલ્મની કહાણીનો એક ભાગ હોય તો હું તે માટે તૈયાર છું. •

You might also like