રકુલપ્રીતે કહ્યું, હું ફિલ્મની ડિમાન્ડ માટે કંઈપણ કરીશ

રકુલપ્રીત સિંહે બોલિવૂડમાં ટી સિરીઝના બેનર હેઠળ દિવ્યા ખોસલા કુમારના નિર્દેશનમાં બનેલી ‘યારિયા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ‘યારિયા’ ભલે સુપરહિટ રહી, પરંતુ રકુલની ફિલ્મી કરિયર થોડી મંદ દેખાય છે, જોકે હવે તેના હાથમાં પણ સારી ફિલ્મો અાવવા લાગી છે. હવે બોલિવૂડમાં તેની કરિયર યોગ્ય શેપમાં અાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. રકુલ કહે છે કે હું ફિલ્મી બાળકી હતી.

હું બે વર્ષની હતી ત્યારે પહેલી વાર કેમેરા સામે અાવી હતી. મારાં માતા-િપતાને અહેસાસ થયો કે અા ફિલ્ડ માટે હું હજુ ખૂબ નાની છું, પરંતુ બાદમાં તેમણે મને માર્ગદર્શન અાપ્યું. બોલિવૂડની પહેલી જ ફિલ્મ ‘યારિયાં’માં રકુલે કિસિંગ સીન અાપ્યો હતો. તે કહે છે કે મારું સ્પષ્ટ માનવું છે કે કિ‌િસંગ સીન ફિલ્મની ‌સ્ક્રિપ્ટ ભાગ હોય તો તે કરવામાં મને કંઈ જ વાંધો નથી. મને મોટા પડદા પર ગ્લેમરસ દેખાવવામાં પણ વાંધો નથી, તેનું કારણ અે છે કે ગ્લેમર અાપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જ એક ભાગ છે.

રકુલને બેડરૂમ સીન કરવા સામે પણ વાંધો નથી. તે કહે છે કે જો સીનની ડિમાન્ડ હશે તો હું તેવું પાત્ર ભજવીશ. મારા માટે સ્ટોરી અને પાત્રની ડિમાન્ડ મહત્ત્વની છે, ડિરેક્ટરની ડિમાન્ડ નહીં. રકુલ ફિલ્મ ‘યારિયા’માં મનોજ વાજપેયી જેવા દિગ્ગજ કલાકાર સાથે જોવા મળશે. તે કહે છે કે હું અા ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળીશ, પરંતુ મનોજ વાજપેયીની હાજરીથી ‘અૈયારી’નું કેન્વાસ ડહોળું થયું છે. મનોજ એક એવા અભિનેતા છે, જે પાત્રમાં જીવતા નથી, પરંતુ તેમાં ડૂબી જાય છે અને ખુદને તેમાં એકાકાર કરી દે છે.

You might also like