ભાવનગર-રાજકોટની જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, કેદીભાઇઓને બહેનોએ બાંધી રાખડી

રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાવનગરની જેલમાં બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી. મોટીસંખ્યામાં બહેનો કંકુ, ચોખા લઈને પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈ બંનેની આંખમાં આસું આવી ગયા.

ભાવનગર જેલના કમ્પાઉન્ડમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.

રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાવનગરની જેલમાં બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી. મોટીસંખ્યામાં બહેનો કંકુ, ચોખા લઈને પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈ બંનેની આંખમાં આસું આવી ગયા. ભાવનગર જેલના કમ્પાઉન્ડમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.

રક્ષાબંધન એક એવો તહેવાર છે. જેમાં દુનિયાના કોઈ છેડે રહેતા ભાઈ કે બહેન એક બીજાને યાદ કરે છે અને રાખડી બાંધે છે. દરેક બહેનને પોતાનો ભાઈ વ્હાલો હોય છે પછી તે જેલકેદી કેમ ન હોય. એવા જ કંઈક દ્રશ્યો આજે રાજકોટ સેન્ટ્રલ જેલમાં જોવા મળ્યા.

જેમાં બહેનોએ કોઈના કોઈ કારણોસર જેલમાં રહેલા પોતાના ભાઈઓ માટે પ્રાર્થના કરી હતી. કેદીભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. બીજી તરફ રાખડી બંધાવતા સમયે કેદી ભાઈઓની આંખો અશ્રુથી છલકાઈ હતી .પોતાનો ભાઈ જેલમાંથી વહેલા મુકત થઈ સમાજમાં સારા કામ કરે તેવી પ્રાર્થના કરાઈ.

You might also like