રામ રહીમની રંગરેલિયાં પર ફિલ્મ બનશે હનીપ્રીતની ભૂમિકામાં રાખી સાવંત

નવી દિલ્હી: સિલ્વર સ્ક્રીન પર હીરોની ભૂમિકામાં નજરે પડેલ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમનાં રંગરેલિયાં પર ફિલ્મ બની રહી છે. રામ રહીમની વિવાદિત જીવન શૈલી પર ફિલ્મનું નિર્માણ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મનું કાસ્ટિંગ નક્કી થઈ ગયું છે અને આજથી તેનું શૂટિંગ પણ શરૂ થઈ રહ્યું છે. રામ રહીમની ભૂમિકા માટે રઝા મુરાદની પસંદગી કરવામાં આવી છે, જ્યારે આઈટમ ગર્લ્સ તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંત હનીપ્રીતની ભૂમિકા ભજવશે.

એવું માનવામાં આવે છે કે આ ફિલ્મની સ્ટોરી રામ રહીમનાં રંગરેલિયાં અને ગુનાહિત કૃત્યો પર આધારિત હશે. રામ રહીમને રોકસ્ટાર બનવાથી લઈને જેલ સુધી જવાની કહાણી ફિલ્મમાં બતાવવામાં આવશે. હનીપ્રીત સાથેના તેના સંબંધો પણ ફિલ્મમાં દર્શાવાશે. આજે દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. એઝાજ ખાન ઈન્વેસ્ટિગેશન ઓફિસરની ભૂમિકા ભજવશે. આશુતોષ મિશ્રા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.

વાસ્તવમાં રામ રહીમના જેલમાં ગયા બાદ તેની લાઈફ સાથે સંકળાયેલી કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. તેના રોકસ્ટાર બનવાથી લઈને ડેરા સચ્ચા સૌદાના અબજો રૂપિયાનાં સામ્રાજ્ય પાછળ કેટલાય ગુનાહિત મામલા સંકળાયેલા છે. રેપથી લઈને હત્યાઓ સુધીની વાતો ફિલ્મમાં વળી લેવામાં આવશે.

આમ પણ રામ રહીમ અને હનીપ્રીતને એક્ટિંગની સાથે સ્ટેજ પર્ફોર્મન્સનો ખૂબ શોખ હતો. તેની પ્રથમ ફિલ્મ ‘ધ મેસેન્જર ઓફ ગોડ’ હતી. એક્ટિંગથી લઈને ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ અને ડાયરેકશન સુધીની બધી બાબતો રામ રહીમે સ્વયં સંભાળી હતી. હનીપ્રીત પણ તેને દરેક બાબતમાં મદદ કરતી હતી.

You might also like