રાકેશ રોશનનું મોટું નિવેદન, exhibitors વર્ગે દગો આપ્યો

મુંબઈ: ફિલ્મ કાબિલના નિર્માતા રાકેશ રોશનને લાગે છે કે તેમની ફિલ્મ માટે સિનેમાઘરોના બુકિંગ મામલે એક્ઝિબિટર્સે તેમને દગો આપ્યો છે. રાકેશ રોશને આ વચન તોડવાનું કારણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કાબિલને મોટું નુકસાન ઊઠાવવું પડ્યું છે.

હકીકતમાં આરોપ સ્ક્રીન શેરિંગને લઈને છે. આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર કાબિલ સાથે શાહરૂખ ખાનની રઈસ પણ રીલીઝ થઈ રહી છે અને સ્વાભાવિક છે કે બંને મોટી ફિલ્મો એક સાથે આવવાને કારણે સીટોની સંખ્યામાં વહેંચણી તો થવાની જ. આમ એક્ઝિબિટર્સ પર આ આરોપ લગાડવામાં આવ્યો છે કે રઇસ અને કાબિલને સરખા ભાગે થિયેટર વહેંચવામાં આવ્યા છે. પરંતુ એમ નથી થયું. ફિલ્મની રીલીઝ થઈ ત્યારે વધુ સ્ક્રીન રઇસને ફાળવવામાં આવી હતી.

જ્યારે કે કાબિલ ફિલ્મ માટે ઓછી સ્ક્રીન્સ ફાળવવામાં આવી હતી. ઓછી સ્ક્રીનનો અર્થ બધા સમજે છે કે ઓછા લોકો જ ફિલ્મ જોવા આવવાના. જેનાથી સીધેસીધું નુકસાન ફિલ્મને થશે કેમ કે બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થશે. આ મુદ્દે રાકેશ રોશને સ્પષ્ટ કહ્યું છે કે એક્ઝિબિટર્સે એમ ન કરવું જોઈએ. તે દુખી છે અને વચન ભંગ થયું હોવાનું ગણાવી રહ્યા છે.

You might also like