રાજ્યસભા LIVE: નોટબંદી પર વિપક્ષ અને સરકાર વચ્ચે આરોપ પ્રત્યારો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજે શરૂ થયું તે પહેલાં જ પીએમ મોદીએ ખુલ્લીને ચર્ચા કરવાનું વિપક્ષને જણાવ્યું હતું. સાથે જ સરકારે ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. રાજ્યસભાની શરૂઆતમાં નોટબંદી પર ચર્ચા ચાલી, ટીએમસી, કોંગ્રેસ, જેડીયૂ અને લેફ્ટ પાર્ટીઓએ સ્થગીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિ  પાસે TMC દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બજારમાં હાજર નાણામાં 86 ટકા હિસ્સો 500 અને 1000ની નોટોનો હતો. સરકારની આ જાહેરાતના પગલે ચલણ બંધ થઇ ગયું ત્યારે શું આ તમામ ધન કાળુ હતું તેવો પ્રશ્ન કોંગ્રેસના આનંદ શર્માએ રાજ્યસભામાં સરકારને કર્યો હતો. આનંદ શર્માએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે સરકારના આ પગલાંથી સમગ્ર દુનિયામાં એવો સંદેશો ગયો છે કે ભારતની ઇકોનોમી કાળાનાણા પર ચાલે છે. પીએમ મોદી પર વરસતા આનંદ શર્માએ કહ્યું કે તમે એક સીમા લાદી દીધી છે. જેનાથી લાખ્ખો પ્રવાસીઓના પૈસા ફસાઇ ગયા છે. સમગ્ર દુનિયાના દેશો પોતાના નાગરીકોને સલાહ આપી રહ્યાં છે કે ભારત જતા પહેલાં એક વખત ચોક્કસથી વિચારજો.

આ કેવો દેશ બનાવવા જઇ રહ્યાં છો તમે કે પૈસા અમારા અને તેને નિકાળવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે.  દરેક વસ્તુ પર સર્જિકલ સ્ટ્રાઇક થઇ રહી છે. પાકિસ્તાને ઘરમાં ઘૂસીને મારો બદલો લો. કાળાનાણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરો.  પરંતુ સ્વિસ બેંકમાં કોના પૈસા છે તેની તમારી પાસે યાદી છે? પીએમ તેના વિશે જણાવે.

કોંગ્રેસે 2000ની નોટને લઇને પણ સરકાર પર પ્રહારો કરતા  કહ્યું કે આવી નોટ ચૂરણ સાથે મળતી હતી. સરકારે હાલ એવી પરિસ્થિતી સર્જી દીધી છે કે કોઇ સરકારને સવાલ કરે તો તેની દેશભક્તિ પર સવાલ થઇ રહ્યાં છે. આ અંગે વિપક્ષને વળતો જવાબ આપતા ઉર્જા પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકારની નોટબંદીના નિર્ણયને સમગ્ર દેશે આવકાર્યો છે. દેશમાં પહેલી વખત ઇમાનદારોનું સનમાન થયું છે અને બેઇમાનોને નુકશાન થયું છે. માયાવતીએ પણ નોટબંદી પર પીએમ નરેન્દ્ર મોદી પાસે રાજ્યસભામાં જવાબ માંગ્યો છે.

visit: sambhaavnews.com

You might also like