રાજ્યસભા ચૂંટણીઃ 27 સીટો પર થશે મતદાન, ક્રોસ વોટિંગ બગાડી શકે છે દિગ્ગજોના ખેલ

નવી દિલ્હીઃ સાત રાજ્યોમાં રાજ્યસભાની 27 સીટો પર આજે મતદાન થવાનું છે. હાલના તબક્કે 57 રાજ્યસભા સીટોમાંથી 30 સીટો પર કોઇ પણ પ્રકારના મતદાન વગર નિર્ણય લેવાઇ ગયો છે. કારણે આ સીટો પર બીનહરીફ ઉમેદવારો હતા. જેથી તેમની જીત નિશ્ચિત છે. જ્યારે બાકી રહેલી 27 સીટો માટે વોટિંગ આજે કરવામાં આવેશે.  ત્યારે  ક્રોસ વોટિંગ કેટલાક દિગ્ગજોનો ખેલ બગાડી શકે છે. રાજ્યસભામાં કેટલીક સીટો પર ખૂબ જ રસાકસી રહેશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, કર્નાટક અને હરિયાણાની કેટલીક સીટો પર રસાકસી જોવા મળશે.

વિરષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને વરિષ્ઠ વકીલ આર.કે. આનંદ સહિત કેટલાક જાણીતા ઉમેદવારોના ભાગ્યનો આજે નિર્ણય લેવાશે. તો કેટલાક રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ રસાકસી રહેશે. કર્ણાટકમાં જેડીએસ અને નિર્દલીય ધારાસભ્યોને લાંચ આપવાના આરોપને કારણે ચૂંટણી પર અસર પડી રહી છે. તેમ છતાં ચૂંટણી વિભાગે તેને રદ્દ કરવાની માંગને નકારી દીધી છે. બધાની નજર ઉત્તર પ્રદેશ પર છે. જ્યાં 11 સીટો માટે ચૂંટણી છે.

કોંગ્રેસ નેતા સિબ્બલ અને બીજેપી સમર્થિત નિર્દલીય સ્પર્ધક પ્રીતિ મહાપાત્રા વચ્ચે પણ રોચક મુકાબલો રહેશે. તો કપિલ સિબ્બલને માયાવતી પાસેથી મદદની આશા છે. સપામાં અજિત સિંહને આરએલડી તરફથી સમર્થન મળશે. જેના આઠ ધારાસભ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે ટક્કરની શક્યતા છે. કોંગ્રેસ પાસે 122 સભ્યો છે. રમેશ અને ફર્નાન્ડીઝની જીત નિશ્ચિત છે ત્યારે કોંગ્રેસ પાસે 33 વોટ વધારે રહેશે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર રહેશે. તો રાજસ્થાનમાં બીજેપીના ઉમેદવારોની જીત નિશ્ચિત છે.  ઝારખંડમાં બીજેપીની વિરૂદ્ધ વિપક્ષ એકજુથ છે. જ્યારે ઝારખંડમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રદીપ ટમટાની જીત નિશ્ચિત છે.

You might also like