રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં પણ એક થઈ શકયા નહીં વિપક્ષો

તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો વધુ એક વખત ઊંઘતા ઝડપાઇ ગયા છે. એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ કમ્ફર્ટેબલ મેજોરિટી સાથે ચૂંટાયા તે પરથી એક વાત પુરવાર થઇ ગઇ છે કે વિપક્ષો વધુ એક વખત સંગઠિત થવામાં નિષ્ફળ ગયા છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષો એવા આત્મસંતોષમાં રાચતા હતા કે રાજ્યસભામાં ભાજપ અને એનડીએની બહુમતી નહીં હોવાથી તેઓ કમસે કમ ચોમાસુ સત્રમાં તો રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીનો પ્રસ્તાવ નહીં લાવે, પરંતુ ભાજપને નીતીશકુમાર અને તેમના નિકટના ખાસ સાથી ઓડિશાના મુખ્યપ્રધાન બીજુ પટનાયક તરફથી સમર્થનની ખાતરી મળ્યા બાદ એકાએક રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જાહેર કરી દેવાતાં કોંગ્રેસ સહિતના વિપક્ષો ઊંઘતા ઝડપાયા હતા અને તેઓને સંગઠિત થવાનો પૂરતો સમય મળ્યો નહોતો.

આ બાબતમાં નીતીશકુમારે પણ દાવ ખેલીને નવીન પટનાયકને ફોન કર્યો હતો અને તેમના રાજકીય પક્ષ બીજુ જનતાદળનો ટેકો માગ્યો હતો અને નવીન પટનાયકે ટેકાની ખાતરી આપ્યા બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો હતો.

બીજી બાજુ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ વિપક્ષો સાથે રમત રમીને મતદાન વખતે ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો હતો અને આમ વિપક્ષો સંગઠિત થઇ નહીં શકતા ભાજપ ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મેદાન મારી ગયું હતું. આ અગાઉ અવિશ્વાસના પ્રસ્તાવ પર પણ વિપક્ષો વેરવિખેર જોવા મળ્યા હતા.

કોંગ્રેસ હમણાં કંઈ પણ કરે, બધું ઊંધું જ પડે છે. તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં પણ એવું જ થયું ને કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદની હાર થઇ. રાજ્યસભાના ઉપાધ્યક્ષ બનવા માટે આ વખતે બે હરિ વચ્ચે જંગ હતો. હરિપ્રસાદ સામે ભાજપે તેના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડના હરિવંશ નારાયણ સિંહને ઉતારેલા ને એ જીતી પણ ગયા.

આ જીત પણ પાછી ઓછા માર્જિનથી નહીં પણ ર૦ મતનું છે. કોંગ્રેસના હરિને ૧૦પ મત મળ્યા ને તેની સામે ભાજપવાળા હરિ ૧રપ મત લઈ ગયા.

રાજ્યસભામાં કુલ રપ૦ સભ્ય હોય છે ને તેમાંથી ૧ર સભ્ય નોમિનેટેડ હોય છે. રાજ્યસભાના વાઈસ ચેરપર્સન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યોના સીધા મતદાનથી થાય છે ને બાકી રહેલા રર૮ સભ્ય મતદાન કરે છે. રાજ્યસભામાં અત્યારે ભાજપ પાસે સૌથી વધારે સભ્યો છે પણ કોઈ પક્ષની બહુમતી નથી.

આ સંજોગોમાં જે પણ છાવણીએ પોતાનો ચેરપર્સન બેસાડવો હોય તેણે તોડજોડ કરીને બીજાં પક્ષોનો ટેકો લેવો પડે. રાજ્યસભામાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ હોય પણ તેના સાથી પક્ષોના થઈને પણ એટલા સભ્યો નથી કે જેના કારણે રાજ્સસભામાં ભાજપ ધાર્યું કરાવી શકે.

બલકે ભાજપની સામે લડતા પક્ષોના સભ્યોની સંખ્યા વધારે હતી. આ સંજોગોમાં ભાજપની વિરોધી છાવણીનો ઉમેદવાર જીતે તેવી શક્યતા હતી પણ કોંગ્રેસની છાવણી ઊણી ઊતરી ને પોતાના ઉમેદવારને ના જીતાડી શકી.

આમ તો રાજ્યસભાના ઉપાધ્યક્ષના હોદ્દામાં કશું કમાવાનું નથી. આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો જ છે પણ અહીં સવાલ રાજકીય પ્રતિષ્ઠા અને મુત્સદ્દીગીરીનો હતો. આ બંને મામલે ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.

આ ચૂંટણીમાં હાર થાય તો તેનાથી આભ તૂટી પડવાનું નહોતું કે નરેન્દ્ર મોદી સરકાર ઘરભેગી થવાની નહોતી પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી જાય તો ભાજપ માટે નીચાજોણું તો થાય જ.

આ નીચાજોણું ના થાય તે માટે ભાજપે મુત્સદ્દીગીરી વાપરીને આ પદ જેડીયુને આપી દીધું. તેના કારણે બે ફાયદા થયા. પહેલો ફાયદો એ કે ભાજપ પોતાના સાથી પક્ષોને સાચવવા કેટલો ઉદાર છે તેવો મેસેજ ગયો ને બીજો એ કે ભાજપનો ઉમેદવાર ઊભો રહ્યો હોત તો જે પક્ષો કોંગ્રેસની પંગતમાં બેસી ગયા હોત એ પક્ષો ભાજપના સમર્થનવાળા ઉમેદવારની પડખે રહ્યા. આ રીતે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યાં.

એનડીએના ઉમેદવાર હરિવંશને ધાર્યા કરતાં વધારે મત મળ્યા તેનું કારણ એ કે, બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ બે પક્ષોના મત તેમને મળ્યા.

કોંગ્રેસે પોતાના ઉમેદવારને બદલે બીજા પક્ષના ઉમેદવારને ઊભા રાખ્યા હોત તો કદાચ તેને આ ફાયદો મળ્યો હોત પણ કોંગ્રેસ એ શાણપણ ના વાપરી શકી તેના કારણે ભાજપને ફાયદો થયો. આનો ફાયદો ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થશે.

divyesh

Recent Posts

મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…

3 hours ago

રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…

3 hours ago

અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ CM રૂપાણી

(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…

3 hours ago

છેલ્લા દશકામાં ફેબ્રુઆરીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૦૧૫માં નોંધાયો હતો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…

3 hours ago

બોર્ડની પરીક્ષામાં CCTV સાથે ઓડીયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવું પડશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…

3 hours ago

મોદી દ‌. કોરિયાના બે દિવસના પ્રવાસેઃ આજે મળશે ‘સિયોલ શાંતિ પુરસ્કાર’

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દ‌િક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…

3 hours ago