સપાની ટિકિટ પર ફરી રાજ્યસભા જઇ શકે છે જયા બચ્ચન!

સમાજવાદી પાર્ટી રાજ્યસભાના ઉમેદવાર માટે જયા બચ્ચન પર પસંદગીનો કળશ ઉતારી શકે છે. સૂત્રોને મળતા અહેવાલ મુજબ જયા બચ્ચનના નામની ફરી રાજ્યસભામાં ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સપામાંથી રાજ્યસભાના સભ્ય બનેલા જયા બચ્ચનનો કાર્યકાળ પણ 2જી એપ્રિલે પુરો થઇ રહ્યો છે. જો કે બસપા દ્વારા રાજ્યસભા દ્વારા ભીમરામ આંબેડકરને પોતાના ઉમેદવાર અંગેની જાહેરાત કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીએ 2012માં જયા બચ્ચનને પોતાના પક્ષની ટિકિટ પર રાજ્યસભા મોકલ્યા હતા. આ અગાઉ પણ સાંસદ રહેલા 2005માં જયા બચ્ચન પર આરોપ લગાવામાં આવ્યો હતો કે તેઓ સાંસદ હોવાની સાથે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા. આ કારણોસર જયા બચ્ચનને પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

રાજ્યસભાના સભ્ય અમર સિંહે એક નિવદેનમાં જણાવ્યું છે કે સમાજવાદી પાર્ટી અને તેની નીતિઓ પ્રત્યે જયા બચ્ચન હંમેશા ઇમાનદાર રહી છે. તેમણે સાબિત કર્યું છે કે તેઓ નરેશ અગ્રવાલ કરતા ઘણા સારા નેતા છે. આમ સમાજવાદી પાર્ટી એકવાર ફરી જયા બચ્ચનને રાજ્યસભામાં મોકલી શકે છે.

આમ પાર્ટીના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અખિલેશ યાદવ તેને ફરી રાજ્યસભામાં મોકલી શકે છે. જો આમ બને તો નરેશ અગ્રવાલની ટિકિટ કપાઇ શકે છે. 3 એપ્રિલના રોજ જયા બચ્ચનની રાજ્યસભાની મુદ્દત પુરી થઇ રહી છે.

You might also like