રાજ્યસભામાંથી પસાર થયા બાદ હવે શું?

નવી દિલ્હી: જીએસટી બિલ રાજ્યસભામાંથી પસાર થયું છે. સંસદમાં મંજૂરી મળ્યા બાદ રાજ્યોની વિધાનસભામાં પણ મંજૂરી મળવી એટલી જ જરૂરી છે. હવે જીએસટી કાઉન્સિલ રચવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર અને રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતી કાઉન્સિલ રચાશે. કાઉન્સિલ રેવન્યૂ ન્યૂટ્રલ રેટ નક્કી કરશે. આ રેટ કેન્દ્ર અને રાજ્યોને થતી ટેક્સની આવકમાં ખોટ ન જાય તેટલો રહેશે.

જીએસટી રેટનું માળખુંઃ
રેવન્યૂ ન્યૂટ્રલ રેટને ત્રણ તબક્કામાં જીએસટી રેટ માળખામાં ગોઠવવામાં આવશે, જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને કોમોડિટી ઉપર ઓછા રેટ લાગશે, જ્યારે લક્ઝરી ચીજવસ્તુઓ ઉપર વધારે ટેક્સ લાદી આવકને સરભર કરાશે. જીએસટી રેટને મિડલ સ્લેબમાં મૂકવામાં આવશે, જે મોટા ભાગના ગુડ્સ અને સર્વિસીસ પર લાગુ કરવામાં આવશે. અરવિન્દ સુબ્રમણ્યમ કમિટીએ કરેલી ભલામણ અનુસાર આવશ્યક ચીજવસ્તુઓ પર ૧૨ ટકા, મોટા ભાગની ચીજવસ્તુઓ અને સર્વિસ ઉપર ૧૭થી ૧૮ ટકા રેટની ભલામણ કરી છે, જ્યારે લક્ઝરી રેટમાં ૪૦ ટકા રેટ લાદવાની ભલામણ કરી છે.

You might also like