રાજ્યસભા ચૂંટણીઃ યૂપીમાં 9 સીટો પર ભાજપ બન્યું વિજેતા, SPનાં જયા બચ્ચનની જીત

ન્યૂ દિલ્હીઃ દેશની 26 રાજ્યસભાની બેઠકો માટે આજે મતદાન થયું અને પરિણામ પણ આજે જ જાહેર થઇ રહ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 5, કર્ણાટકની 4, તેલંગણાની 3, ઝારખંડની 2, છત્તીસગઢ અને કેરલની 1-1 બેઠકો માટે આજે મતદાન થયું હતું.

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિસા, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડના 33 ઉમેદવારો બિનહરિફ જીતી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગણામાં રાજ્યસભાની 26 બેઠકો પર વધારે ઉમેદવારોના કારણે મતદાન થયું.

કર્ણાટક રાજ્યસભાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસે રાજ્યસભાની 3 બેઠકો મેળવી અને ભાજપને ફાળે 1 બેઠક પર જીત હાંસલ થઇ છે. છત્તીસગઢથી ભાજપનાં સરોજ પાંડેની જીત થઇ છે. ભાજપને 51 અને કોંગ્રેસને 36 મત મળ્યાં છે. પશ્ચિમ બંગાળથી કોંગ્રેસનાં અભિષેક મનુ સિંઘવીની જીત થઇ છે. કેમ કે કોંગ્રેસનાં TMCએ સમર્થન આપ્યું હતું.

પશ્ચિમ બંગાળથી TMCએ 4 બેઠકો અને કોંગ્રેસે 1 બેઠક મેળવી. જ્યારે તેલંગાણામાં TRSને ફાળે 3 બેઠકો ગઇ છે. જ્યારે કોંગ્રેસનાં કેપી પલરામની હાર થઈ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે 9 સીટો પર જીત મેળવી છે.

ઉત્તરપ્રદેશમાં અરૂણ જેટલી, અશોક વાજપેયી, વિજય પાલ સિંહ તોમર, સકલદીપ રાજભર, કાંતા કર્દમ, અનિલ જૈન, હરનાથસિંહ યાદવ, જીવીએલ નરસિમ્હા રાવ, અનિલ અગ્રવાલની જીત હાંસલ થઇ છે. જ્યારે સમાજવાદી પાર્ટી (સપા)નાં જયા બચ્ચનની જીત થઇ છે. જયા બચ્ચનને કુલ 38 મત મળ્યાં છે.

You might also like