આંધ્રને વિશેષ પેકેજ આપવાની માંગ સાથે રાજ્યસભા સ્થગિત

નવી દિલ્હી : આખા દેશમાં વધી રહેલી દલિત ઉત્પીડનની ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન મોદીનાં નિવેદનની માંગનાં મુદ્દે રાજ્યસભામાં તૃણમુલ કોંગ્રેસે વોકઆઉટ કર્યું. તો થોડા સમય બાદ સદન ફરીથી ચાલુ થયું હતું. જો કે કાર્યવાહી ચાલુ થતાની સાથે જ સદનની કાર્યવાહી આંધ્ર પ્રદેશનાં મુદ્દે આખા દિવસ માટે સ્થગીત કરવી પડી હતી. આંધ્રપ્રદેશને વિશેષ પેકેજ આપવાની માંગ મુદ્દે થયેલા હોબાળા બાદ રાજ્યસભા મંગળવાર સુધી સ્થગીત કરવામાં આવી હતી.

દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં દલિતોનાં ઉત્પીડનનો મુદ્દો ઉઠાવતા નેતા ડેરેક ઓ બ્રાયને શુન્યકાળમાં કહ્યું કે તેમણે સંવિધાન પ્રત્યે અસન્માન વ્યક્ત કરવાની પ્રવૃતી અને દેશભરમાં દલિતો તથા લઘુમતીઓ પરવધી રહેલા હૂમલાઓ મુદ્દે આજે નિયમિત કામકાજ સ્થગિત કરીને ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ એક નોટિસ આપવામાં આવી. ઉપસભાપતિ પી.જે કુરિયને કહ્યું કે નોટિસ અસ્વિકાર કરવામાં આવી છે.

તૃણમુલ કોંગ્રેસનાં સુખેન્દુ શેખર રોયે કહ્યું કે દલિતો તથા લધુમતીઓનાં અધિકારોનું હનન કરવું સ્પષ્ટ રીતે સંવિધાનનાં પ્રત્યે અસ્નમાન છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચનાં કરી છે અને દલિતો તથા લધુમતીઓ પર હૂમલો પણ રાષ્ટ્રવિરોધી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને સદનમાં આવવું જોઇએ અને અનુસૂચિત જાતી, જનજાતીનાં લોકો પર વધી રહેલ અત્યાચાર અંગે નોટિસ મોકલવામાં આવી હતી. જેનો ઉપસભાપતી પી.જે કુરિયને અસ્વિકાર કરી દીધો છે.

You might also like