રાજપથ કલબ પાસે કારનો કાચ તોડી ચોરી

અમદાવાદ: ભૂજથી અમદાવાદ દવા લેવા આવેલા વેપારી રાજપથ કલબ પાસે કાર પાર્ક કરી સલૂનમાં વાળ કપાવવા ગયા.
તે દરમ્યાન તસ્કરો કારનો કાચ તોડી મંગળસૂત્ર અને મોબાઇલ મળી રૂ.૩૦,૦૦૦ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંબાવાડીમાં આવેલી એક સોસાયટીના મકાનમાં તસ્કરો રૂ.૧,૦૦,૦૦૦નાં ચાંદીનાં વાસણો લઇ ફરાર થઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ ભૂજના ઝીકડી ગામે અાહિર વાસમાં રહેતા વીરેનભાઇ આયર પોતાના પરિવાર સાથે રહે છે.  બે દિવસ અગાઉ તેઓની પત્નીની બીમારીની દવા લેેવા અમદાવાદ ખાતે આવ્યા હતા. શિવરંજની ખાતે ખરીદી બાદ તેઓ રાજપથ કલબ નજીક વાળ કપાવવા સલૂનમાં  જવા રાજપથ કલબ પાસે કાર પાર્ક કરી હતી.  વાળ કપાવીને પરત આવતાં તેઓએ કારની પાછળની સાઇડનો કાચ તૂટેલો જોયો અને ખરીદી કરેલ સામાન, મંગળસૂત્ર તેમજ મોબાઇલ ફોન વગેરે મળી રૂ.૩૦,૦૦૦ની મતા કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

આ અંગે વીરેને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  બીજી તરફ આંબાવાડીમાં શ્રેયસ ફાઉન્ડેશન પાસેની પ્રકૃતિકુંજ સોસાયટીમાં રહેતાં ઇન્દુબહેન રામાણી (ઉ.વ. ૬પ) પોતાનું ઘર બંધ કરી બહાર ગયાં હતાં. તે દરમ્યાન અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશી ચાંદીનાં વાસણો કિંમત રૂ.૧ લાખના લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

home

You might also like