ટીજીબી: ‘રીંગણાં લઉં બે-ચાર’, રાજપથ ક્લબના હોદ્દેદારો: ‘લોને દસ-બાર’

અમદાવાદ: રાજકારણીઅો ચૂંટણી સમયે તેમણે આપેલા વાયદા ચૂંટણી જીત્યા બાદ પૂરા કરતા નથી તેવા અાક્ષેપ મતદારો કાયમ કરતા રહે છે, પરંતુ હવે અા જ અાક્ષેપો શહેરની પ્રતિષ્ઠિત ગણાતી રાજપથ ક્લબના હોદ્દેદારો માટે પણ થઈ રહ્યા છે.

રાજપથ ક્લબ મેનેજમેન્ટ ટીજીબી પર અોળઘોળ: ચાર રેસ્ટોરાં અને બેન્કવેટનો કેન્ટીન કોન્ટ્રાક્ટ અેકમાત્ર ટીજીબીને
પાવર પેનલના હોદ્દેદારો દ્વારા અગાઉના સત્તાધીશો સામે રેસ્ટોરાંમાં લેવાતા ફૂડના ભાવમાં ૩પ ટકા ઘટાડો કરવાનું વચન અાપ્યું હતું, જે તેમણે પૂરું કર્યું ન હોવાનો અાક્ષેપ થઈ રહ્યો છે. રાજપથ ક્લબની તમામ ચાર રેસ્ટોરાં અને બેન્કવેટમાં ફૂડ કોન્ટ્રાક્ટ અેકમાત્ર ટીજીબીને અાપી દેવા ઉપરાંત ક્લબની ફૂડ અેન્ડ બેવરે‌િજસ કમિટીના ચેરમેન તરીકે પણ ટીજીબીના ચેરમેન નરેન્દ્ર સોમાણીની નિમણૂક કરાતાં દલા તરવાડી જેવો ઘાટ સર્જાયો છે, જે સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યાે છે.

ઊંચા ભાવ અને નબળી ગુણવત્તાની સભ્યોની ફરિયાદ બહેરા કાને અથડાય છે
રાજપથ ક્લબમાં અગાઉ પરેશ દાણીનું જૂથ શાસનમાં હતું ત્યારે વર્તમાન સત્તાધારી પાવર પેનલના સભ્યો ક્લબમાં મળ‌િતયાઅોને કોન્ટ્રાક્ટ અાપવાના અને ક્લબમાં ભ્રષ્ટાચાર અાચરાતો હોવાના અાક્ષેપ કરી રહ્યા હતા, જાેકે અે જ પાવર પેનલના સભ્યો સત્તા પર છે ત્યારે હવે સભ્યો વર્તમાન હોદ્દેદારો પર પણ મળ‌િતયાઅોને સાચવી લેવા અને અંગત ‌હિત સાચવવા ક્લબનો ઉપયોગ કરતા હોવાનો અાક્ષેપ કરી રહ્યા છે.

You might also like