SBIનાં નવા ચેરમેન તરીકે રજનીશકુમારની કરાઇ નિયુક્તિ

કેન્દ્ર સરકારે રજનીશકુમારની ભારતીય સ્ટેટ બેંકનાં નવા ચેરમેન તરીકે નિયુક્તિ કરી છે. અરૂધંતિ ભટ્ટાચાર્યની જગ્યાએ તેમની નિયુક્તિ કરવામાં આવશે. તેમની ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્તિ કરવામાં આવી છે.

રજનીશ કુમાર હાલમાં એસબીઆઇનાં મેનેજિંગ ડાયરેક્ટરમાંનાં એક છે. બેંક બોર્ડ બ્યૂરો(બીબીબી)એ જૂનમાં બેંકનાં ચાર મેનેજિંગ ડાયરેક્ટર્સનું ઇન્ટરવ્યૂ પણ કર્યું હતું. તે પછી બીબીબીએ કેન્દ્ર સરકારને નામ આપ્યાં હતાં. અરૂંધતિનો કાર્યકાળ શુક્રવારે પૂર્ણ થઇ જાય છે. સરકારે ત્રણ વર્ષ માટે તેમની નિયુક્તિ કરી હતી.

પરંતુ કેન્દ્ર સરકારે અરૂંધતિનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દીધો હતો. એમને 7 ઓક્ટોમ્બર,2016એ વધુ એક વર્ષ માટે ચેરમેન તરીકેનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો.

You might also like