મારી એક અલગ ઓળખ બનીઃ રજનીશ દુગ્ગલ

બોલિવૂડ અભિનેતા રજનીશ દુગ્ગલ ડિરેક્ટર રાજીવ રુઇયાની ફિલ્મ ‘ડાયરેક્ટ ઇશ્ક’માં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીશ સાવ અલગ પ્રકારનું પાત્ર ભજવશે. તે કહે છે, આ ફિલ્મમાં મેં અત્યાર સુધી ક્યારેય ન ભજવ્યું હોય તેવું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં મેં વિક્કી શુક્લાનું પાત્ર ભજવ્યું છે. તે બનારસ યુનિવર્સિંટીનો યુથ લીડર છે. તે દબંગ છે, પરંતુ દિલનો બહુ સાફ છે. બધાંને મદદ કરે છે, પરંતુ એટલી પણ સીધી વ્યક્તિ નથી જેટલી દેખાય છે. મોંથી ઓછી અને હાથ-પગથી વધુ વાત કરે છે. આવી વ્યક્તિને જ્યારે પ્રેમ થાય છે ત્યારે થોડી તકરાર પણ થાય છે. તેને જેની સાથે પ્રેમ થાય છે તે ત્યાંની લોકલ રોકસ્ટાર હોય છે. આ ફિલ્મ સાથે દેશી લવની ટેગલાઇન જોડાય છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે ફિલ્મનું શૂટિંગ બનારસમાં થયું છે તો તેમાં ઓટોમેટિક દેશીપણું આવે છે, નહીંતર આ ફિલ્મ મુંબઇ કે લંડનમાં શૂટ થઇ હોત.

પોતાની અભિનય કરિયરથી કેટલો સંતુષ્ટ છે તે અંગે વાત કરતાં રજનીશ કહે છે કે વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920થી મેં કરિયર શરૂ કરી હતી. આ ઉપરાંત ‘ડેન્જરસ ઇશ્ક’, લીલા-એક પહેલી જેવી ફિલ્મો કરી. આ ફિલ્મો બહુ સફળ ન રહી તો તેનું પ્રદર્શન એટલું ખરાબ પણ ન હતું. આ ફિલ્મો દ્વારા મારી એક અલગ ઓળખ બની ગઇ. આ ફિલ્મો ઉપરાંત મારી જે ફિલ્મો આવવાની છે તેનાથી પણ મને ઘણી આશાઓ છે. હું ‘બેઇમાન ઇશ્ક’, ‘યે લાલ રંગ’, ઉડન છૂ’ જેવી ફિલ્મો કરી રહ્યો છું. ‘ઉડન છૂ ફિલ્મમાં મેં સાત રોલ ભજવ્યા છે. •

You might also like