રજનીકાંતની ફિલ્મ 2.0નું ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ: રજનીકાંતની ‘રોબોટ’નું સિક્વલ 2.0 કાલે મુંબઇના યશ રાજ સ્ટૂડિયોમાં એક ગ્રેડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મમાં રજનીકાંત, અક્ષયકુમાર અને એમી જેક્શન લીડ રોલમાં છે. અક્ષય આ ફિલ્મમાં વિલનના રોલમાં છે અને રજનીકાંતનો ફિલ્મમાં ટ્રિપલ રોલ છે.

અક્ષયે ટ્વિટ કરીને ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું. અક્ષય એમાં ડોક્ટર રિચર્ડસનની ભૂમિકામાં છે, જે ખોટા એક્સપેરિમેન્ટના કારણે કાગડો બની જાય છે.

ઇવેન્ટના ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન, કરણ જોહર, રજનીકાંત, અક્ષય કુમાર, એમી જેક્શનના નામનો સમાવેશ થાય છે. લોન્ચ પર શાહરૂખ તો આવ્યો નહીં પણ સલમાન ખાને એન્ટ્રી આપીને લોકોને ચોંકાવી દીધા.

સલમાને કહ્યું મને બોલાવવામાં આવ્યો નહતો પરંતુ અહીં આવવા મારી જાતને રોકી શક્યો નહીં. રજનીકાંતે અક્ષયના વખાણ કરતાં કહ્યું કે આ ફિલ્મમાં રિયલ હીરો અક્ષય જ છે. ફિલ્મ માટે અક્ષયે ખૂબ મહેનત કરી છે.

અક્ષયે રજનીકાંતને સુપરસ્ટાર કહેતા કહ્યું કે બાબા ફિલ્મ ફ્લોપ ગયા બાદ રજની સરે દરેક ડિસ્ટ્રીબ્યુટરના પૈસા આપી દીધા હતાં.

You might also like