આસામમાં વિકટ પરિસ્થિતી : રાજનાથ સિંહે કર્યો હવાઇ સર્વે

ગુવાહાટી : સતત વરસી રહેલા વરસાદનાં કારણે દેશનાં કેટલાક હિસ્સાઓમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. કેટલાક સ્થળો પર જામ અને પાણીનાં ભરાવાનાં કારણે જનજીવન જાણે અટકી ગયું હતું. પરિસ્થિતી એટલી ખરાબ છે કે, લોકો પોતાનાં ઘરની બહાર નથી જઇ શકતા. ભારે વરસાદ અને પુરનાં કારણે દેશનાં અલગ અલગ વિસ્તારમાં હાલ પરિસ્થિતી અત્યંક કપરી છે. આસામમાં અત્યાર સુધી પુરનાં કારણે 27 લોકોનાં મોત થઇ ચુક્યા છે. શનિવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પુરગ્રસ્ત વિસ્તારની હવાઇ સર્વક્ષણ કર્યું હતું.

ગૃહમંત્રીએ પુરગ્રસ્ત વિસ્તારની હવાઇ મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે આસામનાં મુખ્યમંત્રીએ તેને પુરનાં મુદ્દે મુસદ્દો આપ્યો છે જેનું મંત્રીસ્તરીય ટીમ અભ્યાસ કરશે. ત્યાર બાદ કેન્દ્ર તરફથી લેવાનારા પગલાઓ અંગે નિર્ણય લેવામાં આવશે. રાજનાથે કહ્યું કે તેને કુદરતી આપત્તિ જાહેર કરી દેવાથી સમસ્યાનો ઉકેલ નહી આવે. પુરની પરિસ્થિતીને પહોંચીવળવા માટે એક સ્ટ્રેટેજીની જરૂર છે.

રાજ્યસરકાર પુર પીડિતોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. રાજનાથે જણાવ્યું કે તેમને તેવું જણાવવામાં આવ્યું છે કે ગત્ત એક અઠવાડીયા દરમિયાન પુરનાં કારણે 27 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ગૃહમંત્રીએ હવાઇ સર્વે દ્વારા આસામનાંપુર પ્રભાવિત જિલ્લાએ નાગાંવ, મોરીગાંવ અને કાજીરંગા નેશનલ પાર્કની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રી મોરીગાવં પુર રાહત કેમ્પ ખાતે સર્વાનંદ સોનોવાલની સાથે પહોંચ્યા હતા.

ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે તેમની આસામ મુલાકાતમાં ઉતર પૂર્વી રાજ્યોનાં વિકાસ મંત્રી જિતેન્દ્ર અને આસામનાં મુખ્યમંત્રી સર્વાનંત સોનોવાલ પણ હતા. સેના ટ્વારા નવ આર્મી કોલમ્સ આસામ અને બિહાર પુરમાં રાહત કાર્ય માટે લગાવાયા છે. બે હજારથી વધારે લોકોને બચાવી લેવાયા છે. બ્રહ્મપુત્રા ખતરાનાં નિશાનથી ઉતર વહી રહી છે. આસામ સંપુર્ણ પુરપ્રભાવિત છે. જેનાં 22 જિલ્લાઓ અને 18 લાખ લોકો પ્રભાવિત છે. 3300થી પણ વધારે ગામમાં જળબંબાકાર છે. પુરનાં પાણી ઘુસી જવાથી 18 લાખ લોકોનો સહારો માત્ર હોડી બચી છે. તેઓ હોડીમાં જ જમે છે અને બનાવે છે અને તેમાં જ સુવે છે. કાંજીરંગ નેશનલ પાર્કનો 80 ટકા ભાગ ડુબમાં છે.

You might also like