પોલીસ પુત્રની રાક્ષસી કરતૂત સામે ગૃહમંત્રીની લાલ આંખ, એક ફોને કરાઇ ધરપકડ

ન્યૂ દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દિલ્હીની એક યુવતીને માર મારવાનો એક વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્ર સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનાં કડક આદેશ બાદ દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરની ધરપકડ કરી લીધી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજનાથ સિંહે ટ્વિટ કરીને ક્હયું કે,”એક છોકરીને એક યુવક દ્વારા માર મારવાનો એક વીડિયો મારા ધ્યાને આવ્યો છે. ત્યારે મેં દિલ્હી પોલીસ કમિશ્નરને આ મામલે ફોન પર વાત કરી કહ્યું અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું.” ત્યાં બીજી બાજુ આ મામલે દિલ્હી પોલીસે કહ્યું કે આ વીડિયો 2 સપ્ટેમ્બરનો છે અને ઉત્તમનગરનાં એક બીપીઓમાં બનાવવામાં આવેલ છે. આ ઓફિસ આરોપી યુવક રોહિતનાં દોસ્તની છે. જ્યાં તે છેલ્લાં 20 દિવસથી સતત જઇ રહ્યો હતો.

રોહિત પીડિત છોકરી જોડે લગ્ન કરવાનું ઇચ્છતો હતો પરંતુ છોકરીએ સ્પષ્ટપણે ના કહી દીધી. આ મામલે યુવક ભડક્યો અને તેને પોતાનો ગુસ્સો તે છોકરી પર ઉતાર્યો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે યુવક ખૂબ જ આક્રમકતાથી છોકરીને લાત અને થપ્પડ મારી રહેલ છે.

છોકરી વારંવાર માફી માંગવા પર પણ યુવક તેને સતત માર મારતો રહે છે. છોકરીએ કહ્યું કે તેને પોલીસ સ્ટેશનમાં પણ તેની ફરિયાદ કરી હતી પરંતુ તે મામલે કોઇ જ એક્શન લેવાયું નહીં. હવે વીડિયો વાયરલ થવા પર પોલીસ હરકતમાં આવી છે. આરોપી છોકરાનાં પિતા દિલ્હી પોલીસમાં સબ ઇનસ્પેક્ટર છે.

You might also like