રાષ્ટ્રપતિ અંગે ભાજપે સોનિયાની પસંદગી પુછી : કોંગ્રેસ ત્રણ ‘સ’ મુદ્દે સંમત્ત

નવી દિલ્હી : આજે સરકારનાં બે વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત થઇ હતી. વેંકૈયા નાયડૂ અને રાજનાથસિંહ 10 જનપથની મીટિંગમાં હાજર હતા. જો કે ઔપચારિકતા પુરી થયા બાદ તુરંત જ વેંકૈયા નાયડૂ અને રાજનાથ સિંહે એવો સવાલ પુછ્યો કે સોનિયા ગાંધી પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. સોનિયા ગાંધીને હતું કે બંન્ને નેતાઓ ઔપચારિકતા કરવા માટે આવ્યા છે.

સોનિયાનાં અંદાજ અનુસાર બંન્ને મંત્રીઓ કાં તો એક સભ્યનું નામ આપીને તેમને સમર્થન કરવા માટે કહેશે અથવા તો પછી એકથી વધારે સભ્યોની યાદી આપીને તેમની પસંદ જાણવાનો પ્રયાસ કરશે. જો કે મોદી સરકારનાં બંન્ને વરિષ્ઠ મંત્રીઓએ સોનિયા ગાંધીને સીધુ જ પુછ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે તમારી પસંદ કોણ છે. જેનાંથી સોનિયા ગાંધી આશ્ચર્યમાં મુકાયા હતા.

સોનિયા ગાંધીએ જ્યારે બંન્ને નેતાઓને કહ્યું કે તમારી પસંદ શી છે તો બંન્નેનો જવાબ હતો અમે હજી સુધી કોઇની પસંદગી કરી નથી પરંતુ તમારી પસંદ શી છે તે અમને જણાવો. અમે ઇચ્છીએ કે રાષ્ટ્રપતિની પસંદગી સર્વસંમતીથી થાય. જો કે સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે તમે નામ પસંદ કરો ત્યારે અમે તમને જણાવીશું કે અમે સમર્થન આપીએ છીએ કે કેમ.

જો કે વિપક્ષ જાણે જ છે કે સરકાર પોતાનું ઉમેદવાર તેમનાં પર થોપી જ દેશે. વિપક્ષ જો કે ત્રણ સ ની ફોર્મ્યુલા પર તેમને સમર્થન આપવા તૈયાર છે. જેમાં ઉમેદવાર સંવિધાનનો જાણકાર, સેક્યુલર મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતો અને સંસદીય લોકશાહીમાં વ્યવસ્થા રાખનારો હોવો જોઇએ.

You might also like