સાર્ક કોન્ફરન્સમાં ભાગ લેવા પાકિસ્તાન જશે રાજનાથ

નવી દિલ્હીઃ પઢાણકોટમાં ઇન્ડિયન એયરબેસ એટેક અને કાશ્મીરમાં હાલ ચાલી રહેલ તણાવની પરિસ્થિતિ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ 3 ઓગસ્ટે યોજાનાર સાર્ક ઇન્ટીરીયર એન્ડ હોમ મિનિસ્ટર્સ કોન્ફેરન્સમાં ભાગ લેવા માટે ઇસ્લામાદ જવાના છે. જો કે તણાવની પરિસ્થિતિ પછી ભારતના કોઇ અગ્રગણ્ય નેતાની પહેલી પાકિસ્તાન સફર છે. જ્યારે માનવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહને પાકિસ્તાન પ્રવાસે એટલા માટે મોકલવામાં આવી રહ્યાં છે કારણકે ભારત ક્ષેત્રીય વિકાસ માટે યોજાનારી દરેક વાર્તા અને ગતિવિધીઓનો સક્રિય હિસ્સો છે. દક્ષિણ એશિયાઇ દેશો માટે સાર્ક મહત્વની બેઠક છે. જ્યારે ઇન્ડિયા તેના મુખ્ય સભ્યોમાનું એક છે. ત્યારે આવામાં રાજનાથસિંહની ગેરહાજરી અયોગ્ય સાબિત થઇ શકે છે.

રાજનાથ આ સંમેલનમાં શામેલ થવા માટે બે દિવસના પાકિસ્તાન પ્રવાસે જવાના છે. આ બેઠક સાથે તેઓ નારાજ અધિકારી અને નેતાઓ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરી શકે છે. જોકે અહીં બહુપક્ષીય વાર્તાનો ઘટનાક્રમ પણ રહેશે.  હાલ તમામની નજર ભારત પાકિસ્તાન પર હશે, કારણકે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના માર્યા ગયા બાદ કાશ્મીર ઘાટીમાં ભડકેલી હિંસા પર પાકિસ્તાનના વલણનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો.

You might also like