રાજનાથસિંહ પાકિસ્તાન અને પથ્થરબાજોને ધ્યાનમાં રાખતા કરશે મહત્વનું એલાન!

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરમાં સીઝફાયરને લઈ એક બાજુ સરકારનું મંથન ચાલી રહ્યું છે. તો ઈદના દિવસોમાં હિંસાની ઘટનાઓ ઓછી થઈ નથી. સરહદ પર પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરી રહ્યું છે. જેના કારણે ભારતીય જવાનો પ્રતિદિન શહીદ થઈ રહ્યા છે.

આ તરફ ઘાટીમાં પાકિસ્તાન સમર્થિત અલગતાવાદીઓ ભારત વિરોધી સુત્રોચ્ચાર લગાવીને ભારતીય સેના પર પથ્થરમારો કરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા સીઝફાયરના ઉલ્લંઘન પર પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર રાજનાથસિંહે જવાબ આપ્યો કે, હું આ મામલે રવિવારે બોલીશ.

તેથી માનવામાં આવી રહ્યું છે કે, સરકાર ઈદ બાદ એટલે કે આજે કોઈ મોટું એલાન કરી શકે છે. હવે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા સરકાર માટે એક મોટી જવાબદારી છે. સાથે ભાજપનો જ એક વર્ગ એવુ ઈચ્છી રહ્યો છે કે આતંકીઓ સામે ઓપરેશન બંધ કરવામાં ન આવે. પરંતુ તેમાં બમણો વધારો કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે રમઝાનના પવિત્ર માસની ઉજવણીને લઈ કશ્મીરથી આતંકીઓ સામેનું ઓપરેશન બંધ કર્યું હતું. પરંતુ હવે રમઝાન પૂર્ણ થયો છે ત્યારે ફરી એકવાર સેના આતંકીઓનો સફાયો કરતી જોવા મળશે.

You might also like