આજે ઓલ પાર્ટી ડેલીગેશન કાશ્મીરની મુલાકાતે

નવી દિલ્હી : કાશ્મીરમાં બુરહાન વાનીના મૃત્યુ પછી છેલ્લા ૫૭ દિવસથી કાશ્મીરમાં કરફ્યૂ છે. તેમજ 70થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે કાશ્મીર ઘાટીની વણસેલી પરિસ્થિતિને સમજવા અને તેનું રાજકીય સમાધાન શોધવા માટે આજે ઓલ પાર્ટી ડેલીગેશન શ્રીનગર જઈ રહ્યું છે. રાજનાથ સિંહ આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ત્યારે મહેબુબા મુફ્તીએ અલગાવવાદી સંગઠનોને ઓલ પાર્ટી ડેલીગેશન સાથે ચર્ચામાં સામેલ થવા માટે પત્ર લખ્યો છે.

વિશ્ર્વસનીય અને અર્થપૂર્ણ રાજકીય વાટાઘાટનો અને કાશ્મીરમાં સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવાની પ્રક્રિયાનો આ આરંભ હશે એમ જણાવતાં અલગાવવાદીઓને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે મારાં આ સૂચન પર તમે વિચાર કરશો અને પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટ કરવા માટેના તમારા પસંદગીના સ્થળ અને સમય અંગે જાણ કરશો. વધુમાં મહેબૂબા મફ્તીએ કહ્યું હતું કે કાશ્મીરમાં પ્રવર્તી રહેલી હાલની સ્થિતિથી આપણે બધા જ અલગ અલગ રીતે ચિંતિત છીએ. આપણી વચ્ચેનાં રાજકીય મતભેદોને બાજુએ મૂકી જમ્મુ કાશ્મીરના લોકોનાં હિતને મનમાં રાખીને કાશ્મીર સમસ્યાનો ઉકેલ આણવાની દિશામાં સાથે મળીને આપણે કામ કરીશું.

તારિક અનવરે કહ્યું કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો એજન્ડા ત્યાં જઇને તે જોવાનું છે કે જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતી ખરાબ થઇ છે તે કઇ રીતે યોગ્ય થાય છે. કઇ રીતે પરિસ્થિતી થાળે પડે. તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે અલગ અલગ દળોનાં નેતાઓનાં પ્રતિનિધિમંડળની યાદી તૈયાર કરી છે. સરકારે અલગ અલગ દળોના નેતાઓના ડેલિગેશનની લિસ્ટ પણ તૈયાર કરી લીધી છે.

રાજનાથ સિંહ પહેલા બે વાર કાશ્મીરની ઘાટી જઈ ચૂક્યા છે અને કાશ્મીરમાં હિંસા ઓછી કરવા માટે રાજનીતિક પાર્ટીઓના લોકો સાથે મુલાકાત કરી ચૂક્યા છે. મીટિંગ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યુ હતું કે, જે લોકો માનવીયતા, જમ્હુરિયત અને કાશ્મીરિયત પર વિશ્વાસ કરે છે, તેમના માટે તમામ દરવાજા ખુલ્લા છે. સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

You might also like