યૂપીમાં ભાજપને મળશે પૂર્ણ બહુમત, દરેક જાતિ ધર્મમાં ભાજપના સમર્થક

લખનઉ: અસમની વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં પણ ભારે જીતની આશા લગાવીને બેઠી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો છે કે પાર્ટી પૂર્ણ બહુમત સાથે પ્રદેશમાં સરકાર બનાવશે.

યૂપીના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાર્ટી આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમત પ્રાપ્ત કરશે. જો કે તેમણે સ્વિકાર્યું કે પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને આકરી ટક્કર આપવી પડશે. પરંતુ આખરે પાર્ટી પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

પ્રદેશમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને પ્રશ્ન કરવામાં આવતાં રાજનાથ સિંહે કહ્યું કે આ વાતનો ફેંસલો પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે કે કોને પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે કે પછી સીએમના ચહેરા વિના પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

રાજનાથ સિંહે કહ્યું કે તેમણે પુરો વિશ્વાસ છે કે પ્રદેશમાં દરેક જાતિના અને સંપ્રદાયના લોકો તેમની પાર્ટીને વોટ આપશે. તેમણે કહ્યું કે દરેક જાતિ અને ધર્મમાં એવો વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે આ સંખ્યા મોટી કે નાની હોઇ શકે છે.

You might also like