પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ પહેલુ પગલુ પોતે ભરેઃ રાજનાથ સિંહે

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વિરુદ્ધ નથી. તેમણે કહ્યુ કે ઈસ્લામાંબાદે તેની શરૂઆત કરવી પડશે. તેની સાથે સરહદ પારથી થનારી ઘુસપેઠને રોકવા માટે પ્રયાસ કરવાના હશે અને આતંકીયોના વિરુદ્ધ સંયુક્ત પગલા ઉઠાવવા માટે આગળ આવવુ પડશે.

રાજનાથ સિંહે કહ્યુ કે સરકાર કશ્મીરમાં શાંતિની સ્થાપના માટ પ્રતિબદ્ધ છે અન જો ઘાટીમા સ્થિતિ શાંતિપૂર્ણ બની રહે છે તો સરકાર રમઝાન બાદ કશ્મીરમાં યુદ્ધ વિરામની સ્થિતી વધારી શકે છે. તમણે કહ્ય, જો પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે તો અમે વાત કેમ નહીં કરીએ?

અમે અમારા પડોસી સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ પડોસીએ કેટલાક પ્રયાસો કરવા પડશે. પાકિસ્તાન અમારી સરહદ પર ગોળીબાર કરી રહ્યુ છે જેમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન પણ સામેલ છે. તે આતંકવાદીઓની ઘુસપેઠમાં મદદ કરવાના પ્રયત્નો કરી રહ્યુ છે. તે પોતાની પદ્ધતિઓમાં સુધારો નથી કરી રહ્યુ પણ તેણે એક દિવસ તો તેનો રસ્તો બદલવો પડશે.

પાકિસ્તાન હંમેશા કહેતુ આવ્યુ છે કે તે આતંકીયોને પ્રોત્સાહન નથી આપી રહ્યુ, જો એવુ હોય તો તેને આપણી સાથે મળીને કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યુ કે, ‘પાકિસ્તાને આતંકીઓને પ્રત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. સાર્વજનિક રીતે તેઓ કહેતા રહે છે કે અમે એવુ નથી કરી રહ્યુ. અને જો એવું હોય તો સાથે આવો અને આપણે મળીને આ આતંકીઓના વિરુદ્ધ કાર્યવાહી કરીએ. જે તેમનામાં ઈમાનદારી છે તો તેમણે આવું કરવું જોઈએ.’

You might also like