ફતેહપુરની પરિવર્તન રેલીમાં રાજનાથનો વિરોધ : દેખાડાયા કાળા ઝંડા

ફતેહપુર : ઉત્તર પ્રદેશનાં ફતેહપુરમાં ભાજપની પરિવર્તન યાત્રામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને લોકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ રેલીમાં જ્યારે રાજનાથસિંહ ભાષણ કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ મુર્દાબાદના નારા લગાવતા તેમને કાળા ઝંડાઓ પણ દેખાડ્યા હતા.

ગૃહમંત્રી રાજનાથ સિંહે ફતેહપુરમાં ભાજપની પરિવર્તન યાત્રાને સંબોધિત કરવા માટે આવ્યા હતા. ભારે ભીડથી ઉત્સાહિત રાજનાથસિંહે રેલીમાં એકત્રીત થયેલ ભીડને જોઇને તેને રેલી નહી પરંતુ રેલા ગણાવી હતી. રાજનાથનું ભાષણ ચાલી રહ્યુંહ તું ત્યારે મીડિયા ગેલેરીમાં પહોંચેલા કેટલાક યુવકોએ હોબાળો કર્યો હતો. આ યુવકોએ મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ગૃહમંત્રીને કાળા ઝંડાઓ દેખાડ્યા હતા ત્યાર બાદ ભાજપ સમર્થકોએ યુવાનોને માર માર્યો હતો.

જો કે મંચ પર રહેલા રાજનાથે પોતાના સમર્થકોને શાંત રહેવા માટે અપીલ કરી હતી. ભાજપ કાર્યકર્તાઓએ વિરોધ કરી રહેલા યુવકોને માર મારીને પોલીસ હવાલે કરી દીધા હતા. જો કે ગૃહમંત્રીની રેલીમાં વિરોધ મુદ્દે ઉચ્ચ અધિકારીઓએ મોઢા સીવી લીધા હતા.

You might also like