જમ્મુ કાશ્મીરની હાલત પર રાજનાથ સિંહની દિલ્હીમાં બેઠક, અત્યાર સુધી 65નાં મોત

શ્રીનગર: હિઝબુલ મુઝાહિદીનો આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટરમાં મોત અને ત્યારબાદ શરૂ થયેલી હિંસાના કારણે ઘાટીમાં સતત 39માં દિવસે કર્ફ્યૂ છે. ઘાટીમાં સુરક્ષાબળોના ગોળીથી બે દિવસમાં સાત લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ હિંસામાં અત્યાર સુધી 65 લોકોનાં મોત થયા છે. બીજી બાજુ દિલ્હીમાં ગૃહ મંત્રી રાજનાથી સિંહે કાશ્મીરની સમસ્યા પર મોંગળવારે બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે ખાનગી એજન્સી રો અને આઇબીના પ્રમુખ હાજર રહ્યા હતાં. જાણકારી અનુસાર ઘાટીમાં થયેલા તાજા 4 મોતમાં 2 બડગામ વિસ્તારમાં થયાં હતાં જ્યારે એકનું અનંતબાગમાં મૃત્યુ થયું હતું. ગોળીબારમાં અન્ય 4 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જો કે આ પહેલા 15 ઓગસ્ટે બુલેટ લાગવાથી બે લોકો મૃત્યુ પામ્યા હતાં. મૃતકોમાં એક યુવક અહમદ છે, જે બે અઠવાડિયા પહેલા બારામૂલા જિલ્લામાં તંગમાર્ગ ક્ષેત્રમાં પથ્થર ફેંકવાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસનું કેહવું છે કે ઘાટીમાં દરેક 10 જિલ્લામાં મુખ્યાલયોમાં કર્ફ્યૂ અને પ્રતિબંધ ચાલુ રહેશે.

નોંધનીય છે કે અલગાવવાદી પહેલાથી જ 18 ઓગસ્ટ સુધી કાશ્મીર બંધ વધારવાનું એલાન કરી ચૂક્યા છે. જેને કારણે દરેક સ્કૂલો, દુકાનો, સાર્વજનિક પરિવહન અને અન્ય સાર્વજનિક સેવાઓ 9 જુલાઇથી બંધ છે. જો કે બેંક, પોસ્ટ ઓફિસ અને બધા સરકારી કાર્યલયોમાં કામકાજ ચાલુ છે.

આ પહેલા સ્વતંત્રતા દિવસના અવસરે જમમુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કાશ્મીરની હાલાત માટે કેન્દ્રને જવાબદાર ગણાવ્યું હતું. કાશ્મીરમાં હાલની પિરસ્થિતિ માટે મહેબૂબાએ જવાહર લાલ નહેરુથી લઇને વર્તમાન સુધીનું કેન્દ્રીય નેતૃત્વને જવાબદાર ગણાવ્યું હતું.

You might also like