રાજનાથ પહોંચ્યા ઇસ્લામાબાદ : હિઝબુલે ભારતનાં ઝંડા સળગાવ્યા

ઇસ્લામાબાદ : સાર્ક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાજનાથસિંહ પાકિસ્તાન પહોંચી ગયા છે. અહીં સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો ઓપરેશન)ની 19મી મિટિંગમાં ભાગ લેવા માટે 3 અને 4 ઓગષ્ટ સુધી પાકિસ્તાનમાં રોકાશે. જો કે પાકિસ્તાન પહોંચતાની સાથે જ ભારતીય ગૃહમંત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી સંગઠન હિઝબુલ દ્વારા ભારતના ઝંડા સળગાવીને ગૃહમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સૌથી મહત્વનું છે કે સાર્ક સંમેલન દક્ષિણ એશિયાનાં 8 દેશોનું આર્થિક અને રાજનૈતિક સંગઠન છે. આ સંગઠનની વિવિધ બેઠકો આ 8 દેશો પૈકી કોઇ પમ દેશમાં તબક્કાવાર થતી હોય છે. આ વખતે પાકિસ્તાનમાં આ બેઠક છે. જો કે પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન હિઝબુલ ભારતનાં ગૃહમંત્રીનો વિરોધ કરી રહ્યું છે. જેનાં કારણે ગૃહમંત્રીને પાકિસ્તાન સરકાર દ્વારા રાષ્ટ્રપતિ કક્ષાની સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા રાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સાર્કમાં મલ્ટીલેટ્રગ મિટિંગ યોજાનારી છે. આ મીટિંગમાં આતંકાદનો મુદ્દો મુખ્ય રહેશે. સાર્ક સંગઠનમાં જોડાયેલા મોટાભાગનાં દેશો આતંકવાદી હૂમલાથી પીડાઇ રહ્યા છે. જેથી ભારત માટે પણ આ મીટિંગ ઘણી મહત્વની છા. કારણ કે હાલમાં જ બાંગ્લાદેશ, ભારતમાં આતંકવાદી હૂમલાઓ થયા છે. જેનાં કારણે આ મુદ્દો પ્રબળ થઇને ઉઠે તેવી શક્યતાઓ છે.તે દ્રષ્ટિએ આ સંમેલનમાં રાજનાથ સિંહનું જવું ઘણુ જ મહત્વનું છે.

You might also like